જંબુસરના કનગામની 15 કિમીની કેનાલમાં પાણીનું ટીપુંય ન આવ્યું

જંબુસર તાલુકાના ખેડૂતો ખેતી માટે કેનાલના પાણી પર નિર્ભર છે પણ કનગામની કેનાલમાં સફાઇના અભાવે પાણીનું ટીપુંય આવ્યું નથી. દર વર્ષે ઓકટોબરના અંતમાં પાણી છોડવામાં આવે છે પણ આ વર્ષે ડિસેમ્બર ચાલુ થઇ ગયો હોવા છતાં ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડી રહયાં છે. 200 થી 250 એકરથી વધારે જમીનમાં પાક ઉગી શકે તેવી સ્થિતિ રહી નથી. ચોમાસામાં કપાસ અને તુવેરની વાવણી કરનારા ખેડૂતો ઘઉંનું વાવેતર કરવાની તૈયારીમાં છે પણ કેનાલમાં પાણી આવ્યું જ નથી. કનગામ ડિસ્ટ્રી 2 માઇનોર કેનાલ ઉપર ગત વર્ષે ભંગાણ થયેલ તેનું રીપેરીંગ નહીં કરાતા અને નહેરની સાફ સફાઈ ના અભાવે ખેતીના સિંચાઈ માટે પાણી નહીં મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયાં છે. કનગામ, રુનાડ, ઓરગપુર ટીંબી વડદલા કોરા સહિત અન્ય ગામો ના ખેડૂતો ખેતીના સિંચાઈ માટે પાણીની જોઈ રહ્યા છે. રાહ આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિથી ચોમાસુ પાક જેવો કે કપાસ તુવેર દિવેલા અન્ય પાક નિષ્ફળ નીવડ્યાં છે. જેથી ખેડૂતોને શિયાળુ પાક ઉપર આશા લઈને બેઠા હતા હાલમાં નર્મદા નિગમ તરફથી એક મહિના મોડુ ખેતીની સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું તાલુકાના અમુક ગામોમાં સિંચાઈ માટે પાણી લેવામાં પણ આવે છે અને ખેડૂતો ખેતી કામ માં જોતારાઈ ગયા છે. ગામના માજી સરપંચશરદ સિંહ રાણા ખેડૂતોને લઈને સ્થળ ઉપર રૂબરૂ જઈ તપાસ કરતા નહેરનું રીપેરીંગ થયું નથી તેમ જ સાફ સફાઈ પણ કરવામાં આવી નથી અને તેમને એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે માઇનોર કેનલ ના બીજા ફાટીયામાં નજીકમાં સાફ-સફાઈ કરીને ફોટા પાડી ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવે છે અને અધિકારીઓને પૂછવામાં આવે છે ત્યારે સાફ-સફાઈ ચાલુ જ છે તેમ જણાવવામાં આવે છે પરંતુ અહીં રૂબરૂ જોતા નાતો સફાઈ થઈ છે કે ના રીપેરીંગ થયું છે જો વહેલી તકે રીપેરીંગ તેમજ સાફ-સફાઈ કરીને પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતો પાયમાલ થઈ જશે ચોમાસામાં બે ત્રણ વખત મોંઘા ભાવના બિયારણ નાખી અને મજૂરીના નાણાં ખર્ચીને પાક નિષ્ફળ જતા આર્થિક રીતે ભારે નુકસાન બેઠવું પડ્યું છે વ્યાજે લીધેલા નાણા પરત કેવી રીતે કરશે તે પણ તેમને એક મોટી ચિંતા છે.




