ઉમરપાડા

ઉમરપાડા કેવડી માર્ગ પર કાર-બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો

ઉમરપાડા કેવડી માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. જેને લઇને કારમાં સવાર બે લોકોને ઈજાઓ થઈ હતી. તેઓને તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં આ અકસ્માતની ઘટના બનવા પામી છે. ઉમરપાડા કેવડી માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર સીધી રસ્તાની નીચે ઊતરી ગઈ હતી. કારમાં સવાર બે લોકોને ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક ઉમરપાડા તાલુકાની રેફરેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે અકસ્માત સ્થળ એકત્ર થયા હતા.

Related Articles

Back to top button