સાગબારા બેંક ઓફ બરોડાના કેશીયરે મળતીયા સાથે મળી ગ્રાહકોના પૈસા ઉપાડી કર્યું એક મોટું કોંભાડ

- બૈંક ઓફ બરોડા સાગબારા શાખામાં કેશીયર શ્રીકાંતે નિર્દોષ ગ્રાહકોના ખાતાઓમાંથી મળતીયાંઓના ખાતાઓમાં વગર આધારે ટ્રાન્સફર કરી, પોતે રીટર્ન ફોન -પેથી મેળવી લાખોનું કૌભાંડ આચર્યું.
- ચોપડવાવ ગામના પશુપાલનના મેહનતના પૈસાની BOB સાગબારા શાખાના કેશીયરે લાખોની કરી ઉચાપત. ઉંઙાણથી તપાસ થાય તો કેટલાય ભોગ બનેલાઓના કિસ્સાઓ બહાર આવવાની સંભાવના
- ભુતકાળમાં કેટલાય લોકોના બેંક ઓફ બરોડા સાગબારા શાખામાંથી નિર્દોષ લોકોના ખાતામાંથી પૈસાની ઉઠાંતરી થઈ, પણ ગંભીર નોંધ ન લેવાને કારણે લોકો ભોગ બનતાં રહ્યાં.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, અને ધી ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક આવેલી છે. તે તમામ પૈકી સાગબારા તાલુકા મથકની બેંક ઓફ બરોડાની સાગબારા શાખામાંથી ગ્રાહકોના ખાતાઓમાંથી નાણાંની ઉઠાંતરી થવાના ભુતકાળમાં ઘણાં કિસ્સાઓ સામે આવેલ હતાં. અને બેંક ઓફ બરોડા સાગબારા શાખા પાસેના બેંક કોમ્પ્યુટર ઓપરેટર પિયુષ દ્વારા બે-ત્રણ વર્ષ અગાઉ પણ ધંધાદારીઓ, વિધવા પેન્શન, વૃધ્ધ પેન્શન, નોકરીયાતો અને ખેડુતો તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલ ગ્રાહકોના ખાતાંઓમાથી નાણાંની ઉચાપત થઈ હતી પરંતુ સાગબારા તાલુકો અતિ પછાત અને અભણતાને કારણે તેમને ન્યાય મળ્યો નહતો. તેથી ગ્રાહકોને સહન કરી લેવા સિવાય કોઈ રસ્તો રહેતો નહોતો. આવા બનાવો બેંક ઓફ બરોડાના સાગબારા શાખામાંથી અવારનવાર નાણાં ઉપડી જવાના બનાવો બનતાં રહ્યાં છે.
તે પૈકી સાગબારા તાલુકાના ચોપડવાવ ગામના ફુલસિંગભાઈ કરમાભાઈ વસાવા પોતે લકવા ગ્રસ્ત ઈસમ છે. અને ગરીબાઈમાં જીવે છે. ઉપરાંત પશુપાલનનો વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી દુધના પૈસા બેંક ઓફ બરોડાના સાગબારા શાખામાં જમા થતાં હતાં. તેમના તા.૧૧/૬/૨૦૨૪ સુધીમાં રૂપિયા ૧,૬૨,૧૩૭.૯૩ બેંક બેલેન્સ હતું. તેથી ફુલસિંગ કરમાભાઈ જયારે કામકાજ અર્થે તા.૩૧/૭/૨૦૨૪ના રોજ નાણાનો ઉપાડ કરવા ગયેલ ત્યારે બેંક બેલેન્સ ચેક કરાવતાં બેંકમાંથી જાણવા મળ્યું કે, મારા ખાતામાં રૂપિયા ૩૯૭૭૭ રૂપિયા જ છે. અને બાકીના રૂપિયા ૧,૩૬,૦૦૦ ગાયબ થઈ જતાં બેંક મેનેજરને આ નાણાંની ઉઠાંતરી થઈ બાબતની તપાસ કરવા અરજી આપેલ હતી. પણ મેનેજરે તેમનુ સોલ્યુશન લાવવા કોઈ કાળજી દાખવી નહી. જેથી બેંક સ્ટેટમેન્ટ ચેક કરાવતાં જાણવા મળ્યું કે,
તા.૨૪/૬/૨૦૨૪ના રોજ રૂપિયા ૫૦,૦૦૦ /-તા.૩/૭/૨૦૨૪ ના રોજ રૂપિયા ૩૬૦૦૦ /- તા.૬/૭/૨૦૨૪ ના રોજ રૂપિયા ૨૦,૦૦૦ /- અને તા.૮/૭/૨૦૨૪ ના રોજ રૂપિયા ૩૦,૦૦૦ /- એમ કુલ મળીને રૂપિયા ૧,૩૬,૦૦૦ ની ઉઠાંતરી થઈ ગયેલ છે. અને આ તમામ હકીકતની અરજી સાગબારા પોલીસ સ્ટેશનમાં તા.૧૦/૮/૨૦૨૪ ના રોજ દાખલ કરવામાં આવેલ છે. આ તમામ ઉપાડના વ્યવહાર ફુલસિંગ કરમાભાઈ વસાવા દ્વારા કરવામાં આવેલ નથી કે કોઈ ઉપાડ કરવાની પ્રક્રિયા કરવામાં આવેલ નહોતી.
પરંતુ વધુ તપાસ કરતાં હકીકતમાં જાણવાં મળ્યું કે,તા.૨૪/૬/૨૦૨૪ ના રોજ ફુલસિંગ કરમાભાઈ વસાવા બેંકની શાખામાં kycનુ ફોર્મ ભર્યું હતું. પરંતુ નાણાનો ઉપાડ કર્યો નહોતો. જે તમામ એવીડન્સ બેંક કેશીયર શ્રીકાંતમાં આવતા તમામ બેંકની હકીકત જાણી લીધી હોવાને કારણે તેમણે તા.૨૪/૬/૨૦૨૪ ના રોજ રૂપિયા ૫૦,૦૦૦ અને તા.૬/૭/૨૦૨૪ના રોજ રૂપિયા ૨૦,૦૦૦ વગર આધારે બારોબાર કેશીયરે પોતાના વિશ્વાસું મળતીયાંઓ રોઝદેવ ગામના બેંક મિત્રના ખાતામાં અને સાગબારા ખાતે રહેતાં બેંક મિત્રના બૈક ખાતા નંબર -૧૦૬૩૮૧૦૦૦૦૮૧૫૭ વગર આધારે રૂપિયા ૩૦,૦૦૦ ટ્રાન્સફર કરી દીધા હતાં. અને નાના કાકડીયાઆંબા ગામની સ્વ સહાય જૂથના પ્રમૂખ છે તેમના બૈક ખાતામાં રૂપિયા ૩૬,૦૦૦ ટ્રાન્સફર કરી દીધાં હતાં. વધુમાં ટેલીફોનીક વાતથી પુછપરછ કરતાં બેંક મિત્રોએ જણાવ્યું હતું કે, બેંક કેશીયરે અમોને ફોનથી જણાવ્યું હતું કે તમારા ખાતાઓમાં મે પૈસા ટ્રાન્સફર કરી દીધાં છે. તે મારે પૈસાની જરુરત હોવાથી ફોન-પે થી મોકલી આપવા જણાવ્યું હતું. તેથી અમોએ બેંક કેશીયર શ્રીકાંતના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. એવી પુષ્ટિ થયેલ છે.
વિશેષ હકીકતમાં બેંક ઓફ બરોડા સાગબારા શાખામાં આ તમામ બાબતે ગ્રાહકોના હીતમાં ઉંડાણથી તપાસ કરવામાં આવે તો ઘણાં કિસ્સાઓ સામે આવે એમ છે.અને બેંકની સેવાનુ માધ્યમ ગણાતી બેંક પાસેથી નાણાની સલામતી દેખાતી નહોવાથી વિશ્વાસ તુટી રહ્યો છે