તાપી

વ્યારા તાલુકા પંચાયત હસ્તકના છેવડી ગામના લોકોએ કંટાળી તંત્રના પાપે જાતે જ દેશી પુલ બનાવી સમસ્યા હલ કરી

તાપી જિલ્લામાં થોડા દિવસો પેહલા ભારે વરસાદને પગલે નદી-નાળાંઓમાં ભરપૂર પાણીની આવક થતાં કોઝવે અને રસ્તાઓ ધોવાયા હતા. જેને લઇને અંતરિયાળ વિસ્તારોમાં રેહતા ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી હતી. ત્યારે નાના નાના નાળાઓ ધોવાઇ ગયા હતા. જેને આજે 7 દિવસથી વધુ થયા હોવા છતાં આજ દિન સુધી તેનું વહીવટી તંત્ર કે વ્યારા તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા કામ કરવામાં નહિ આવતા સ્થાનિક ગ્રામજનોએ જાતે પોતાની સુવિધા માટે લાકડાંનો નાનો પુલ બનાવવાનો વારો આવ્યો છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છેવડી ગામે વહિવટી તંત્ર આજ દિન સુધી સ્થળ મુલાકાત પણ લેવામાં આવેલી નથી. ત્યારે વ્યારા તાલુકાના છેવડી ગામે જંગલ વિસ્તારમાંથી અન્ય ગામો તરફ જતા રસ્તા ઉપરનો કોઝવે ભારે પાણીની આવક થતાં ધોવાઈ ગયો હતો. સ્ટ્રક્ચર સહિત કોઝવેને વરસાદી વહેણ ખસેડી ગયું હોવાથી વાહન વ્યવહાર સદંતર ઠપ થઈ ચૂક્યો છે. રસ્તાના કોઝવેનું ધોવાણ થતા જનજીવન ભારે હાલાકીમાં મુકાઈ ગયું છે.

છેવડી ગામ જંગલ અંતરિયાળ વિસ્તારમાં આવતું ગામ છે. જે અતિભારે વરસાદના લીધે જે નુકસાન થયું એને એક અઠવાડિયું નીકળી ગયું તેમ છતાં આજ દિન સુધી તાપી જિલ્લા સરકારી તંત્રના અધિકારીઓ સ્થળ મુલાકાતે ન આવતા છેવડીનાં ગ્રામજનો દ્વારા રાણીઆંબા જુથ ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીને પણ જાણ કરી હતી. તેમ છતાં કોઈપણ નક્કર વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો ન હતો, જેના કારણે ત્યાંના પશુપાલકો, વિદ્યાર્થીઓ, આરોગ્ય, દવાખાને તેમજ રોજગારી અર્થે જતા ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે તાપી જિલ્લાના વહીવટી અધિકારીઓ આ બાબતની ગંભીરતાંથી નોંધ લઈ તાત્કાલિક અસરથી કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરાવે એવી જંગલમાં રહેતાં આદિવાસી સમાજના ગ્રામજનો માગ કરી રહ્યા છે. ત્યારે આજ દીન સૂધી સરકારી તંત્ર દ્વારા કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવતાં ગ્રામજનો દ્વારા લાકડાના સપોર્ટથી રસ્તા ઉપર દેશી પૂલ બનાવવામાં આવ્યો છે. જોવાનું રહ્યું કે, સરકાર મોટા મોટા દાવા કરી રહી છે, પરંતુ ગામોની પરિસ્થતિ કઈક અલગ જ નજરાણું જણાવે છે.

Related Articles

Back to top button