નર્મદા
નર્મદાના સાગબારા ખાતે ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી
કિશોરીઓને મિલેટ્સ વિશે અને બાજરીના ફાયદા વિશે સમજ અપાઈ

નર્મદા જિલ્લામાં તા. 1 સપ્ટેમ્બરથી ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ માહની ઉજવણી થકી પોષણલક્ષી યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ જનસમુદાય સુધી પહોંચાડવાની ઝુંબેશ હાથ ધરાઈ છે.
આ અભિગમમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા નર્મદા જિલ્લો કટિબદ્ધ છે. જેના ભાગરૂપે સાગબારા તાલુકાના ICDS વિભાગમાં ઘટક-1 ના 80 જેટલી આંગણવાડીઓએમાંથી 90 આંગણવાડી કાર્યકર બહેનોએ પોષણ માસની ઉજવણીમાં સ્થાનિક શાકભાજી અને ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરી વાનગી બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાકભાજીમાં રહેલા પોષક તત્વોના મૂલ્યો વિશે માહિતી આપવામાં આવી હતી.





