નર્મદા

ચૈતર વસાવા SOUના સત્તા મંડળ પર ભડક્યા

સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટ અને નવા નવા કામો ચાલી રહ્યા છે ત્યારે, આ કામોને લઈને તેની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, SOU સત્તા મંડળ કોઈપણ પૂર્વ મંજૂરી વિના રાતોરાત પ્રોજેક્ટ લાવી સ્ટેચ્યૂ ઓફ યુનિટી એમના બાપની જાગીર હોઇ તેમ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. તેઓ આ તમામ બાબતે વડાપ્રધાનને પણ પત્ર લખી રજૂઆત કરશે, સાથે મુલાકાત માટે પણ સમય માંગશે તેવી વાત મીડિયા સમક્ષ કરી હતી.

‘કોઈપણ જાતના ટાઈટલ ક્લિયર કે પૂર્વ મંજૂરી વિના કામો થાય છે’

31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા પરેડ દિવસની ઉજવણી કેવડિયામાં થાય છે. ત્યારે હાલમાં આ તૈયારીના ભાગરૂપે અનેક નવા નવા પ્રોજેક્ટોના કામ ચાલી રહ્યા છે, રોડ રસ્તાનું રંગ રોગાન ચાલી રહ્યું છે, પેવર બ્લોક લગાડવા, ડામર રોડ સહિતના નવા પ્રોજેક્ટના કામ ચાલે છે. ત્યારે આ કામો જે ચાલે છે તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, આ કામની અંદર કોઈપણ જાતના ટાઈટલ ક્લિયર કે કોઈ પૂર્વ મંજૂરી વગર આ કામો થાય છે. સાથે સાથે ભૂતકાળમાં પણ અનેક ભ્રષ્ટાચારો થયા છે તેવા ભ્રષ્ટાચારો અત્યારે આ કામોમાં થઈ રહ્યા છે.

‘ટ્રાયબલ મ્યૂઝિય જેવા મોટા પ્રોજેક્ટો આજે પડતર હાલતમાં’

ચૈતર વસાવાએ કહ્યું હતું કે, જ્યારથી મોદી સાહેબે SOUનું લોકાર્પણ કર્યું છે ત્યારથી ટ્રાયબલ મ્યૂઝિય જેવા મોટા મોટા પ્રોજેક્ટો આજે પડતર હાલતમાં છે. SOU સત્તામંડળ રાતોરાત મોટા મોટા પ્રોજેક્ટો લઈ આવે છે અને એમાં કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વિના કે ટાયટલ ક્લિયરન્સ વિના બારોબાર પ્રોજેક્ટો ઊભા કરી દે છે, જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. સત્તા મંડળ એના બાપની જાગીર કેમ ન હોઇ તેમ કરોડો રૂપિયાના ખર્ચ કરી રહ્યા છે.

આ વિસ્તારના તમામ મુદ્દાઓને લઈ વડાપ્રધાનને પત્ર લખશે

તેમણે ટ્રાયબલ મ્યુઝિયમ, શિક્ષણ, રોડ-રસ્તા, વર્ષો જૂના પડતર પ્રશ્નો, રોજગારી જેવી અનેક બાબતોને લઈ નારાજગી દર્શાવી હતી. સાથે જ આ વિસ્તારના તમામ મુદ્દાઓને લઈને તેઓ વડાપ્રધાનને પત્ર પણ લખશે અને વડાપ્રધાન જ્યારે કેવડિયા આવશે ત્યારે કેવડિયના પડતર પ્રશ્નો માટે તેઓ તેમને રજૂઆત માટે સમય પણ માંગનાર છે તેમ જણાવ્યું હતું.

Related Articles

Back to top button