માંડવી તાલુકાના પાતલ ગામના સીમાડે કોઈક અજાણ્યા વ્યક્તિઓ મારફત કેમિકલ દૂષિત કચરો દબાવવામાં આવ્યો.
પ્રજા માટે આરોગ્યને લઈ જોખમી પશુઓ માટે પણ હાનિકારક.

પ્રાપ્ત માહિતી મુજબ, માંડવી તાલુકાના પાતલ ગામના સીમાડામાં અને ચુડેલ ગામની બાજુથી પાતલ તરફ આવતા રસ્તામાં પાતલના પ્રવેશ દ્વાર પાસે આવેલો રસ્તાને અડીને પશ્ચિમ ભાગમાં આવેલો મોટો ખાડો હોય જેમાં કોઈ જાણ્યા વ્યક્તિઓ મારફત બે હાઈવા ટ્રકો ભરી કેમિકલવાળું દૂષિત કચરો દબાવવામાં આવેલ છે.
ત્યારે આ કેમિકલવાળું દૂષિત કચરો જે પાતલના સીમાડામાં અને મધરકુઈની ગ્રામ પંચાયતમાં આવેલી મિલકતમાં કોઈક અજાણ્યા વ્યક્તિઓ મારફત દબાવવામાં આવેલ છે. ત્યારે કેમિકલ વાળો દૂષિત કચરો દબાવવા માટે જવાબદાર ગામ પંચાયતની પરવાનગી લીધી છે, કે કેમ? સુરત જિલ્લા પ્રદુષણ બોર્ડની પરવાનગી લીધી છે કે કેમ? તેમજ આરોગ્ય વિભાગ પાસેથી પણ આવી પરવાનગીઓ લેવામાં આવી છે કે કેમ? જે તપાસનો વિષય બનવા પામ્યો જે કચરો દબાવવામાં આવ્યો છે. તે કચરો દુષિત કેમિકલવાળું હોય તેની ગંદકી અડધા કિલોમીટર સુધી દુર્ગંધ મારે છે. રોગ પેદા કરે તેવા દુર્ગંધ મારે છે. જે જાહેર પ્રજા જોગ સ્વાસ્થ્યને લઇ હાનિકારક છે. જે દૂષિત કચરો દબાવવામાં આવેલ છે. જે તમામ પશુઓ તેમજ જીવજંતુ માટે હાનિકારક છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ દૂષિત કચરો દબાવવા માટે જેણે સંમતિ આપી છે. તેવા ખેડૂત વિરુદ્ધ તેમજ વાહન ચાલકો, હિટાચી મશીન ડ્રાઇવર, હીટાજી મશીન માલિક , હાઇવા ટ્રક ડ્રાઇવરો, હાઇવા ટ્રક માલિકો, તેમજ દૂષિત કચરો નાખવા પ્રલોબન આપનાર સામે કાયદેસરની કાર્યવાહી થવા અને ધરપકડ કરવા બાબત, કાર્યવાહી કરવા લાગતા વળગતા અધિકારીઓએ તાકીદે પગલા ભરવા. અને કાયદેસરની કાર્યવાહી કરવા ઘટતું કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.




