નવસારી

Navsari water supply scam: નવસારી પાણી પુરવઠા કૌભાંડમાં CID ક્રાઇમની કાર્યવાહી

કાર્યપાલક એન્જિ. આશા પટેલ, અધિક મદદનીશ એન્જિ. અર્ચના ટંડેલ અને નાયબ કાર્યપાલક એન્જિ. દિવ્યતા પટેલની ધરપકડ

ચકચારિત નવસારી પાણી પુરવઠા કૌભાંડ મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા વધુ ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. પાણી પુરવઠા કોબાનમાં 14 વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કૌભાંડમાં તપાસ દરમિયાન વધુ બે આરોપીઓના નામ ખુલ્યા હતા. ત્રણ મહિલા અધિકારીઓની ધરપકડ કરી છે.

પાણી પુરવઠા કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા ત્રણ મહિલા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે 14 વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અત્યાર સુધીમાં 16 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં અધિકારી સહિત કોન્ટ્રાક્ટર પણ સામેલ છે. આ લોકોની પૂછપરછ દરમિયાન વધુ બે આરોપીઓના નામ ખુલ્યા હતા ત્યારબાદ સીઆઇડી ક્રાઇમએ કાર્યપાલક એન્જિનિયર આશા પટેલ, અધિક મદદનીશ એન્જિનિયર અર્ચના ટંડેલ અને નાયબ કાર્યપાલક એન્જિનિયર દિવ્યતા પટેલની ધરપકડ કરી છે.

નવસારી જિલ્લાના બીલીમોરા ના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ અને કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારને 12.44 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. આ અધિકારીઓને ખબર પણ નહોતી કે જાન્યુઆરી મહિનાથી તેઓ રડાર પર હતા અને તેમના વિરુદ્ધ તપાસ ચાલી રહી હતી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મળીને 163 જેટલા કામોના બોગસ બિલ બનાવ્યા હતા જેની તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. તેમની પોલ ત્યારે ખુલી જ્યારે તેઓએ એક્શન પ્લાન પ્રોવિઝન કરતા વધારે રકમ બતાવી હતી. અન્ય એક કેસમાં આ તમામ આરોપીઓ ઉપર ગાંધીનગર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યસ્થા બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં સંભાવના છે કે આવી જ રીતે ત્યાં પણ તેઓએ કરોડો રૂપિયાની ઉચાપત કરી છે.

આરોપીઓ દ્વારા એકસંપ થઇ કહેવાતા કરેલા કામોના સંદર્ભમાં એજન્સી સાથે કરવામાં આવેલ કરાર ઉપલબ્ધ નથી, રેકર્ડ ઉપર તપાસ કરતા બિલો સંપૂર્ણ ન થી અને મેઝરમેન્ટ બુકમાં વિગતો પણ ભરેલ નથી. સાથે-સાથે સીઆઇડી ક્રાઇમ હકીકત પણ ધ્યાન ઉપર આવેલ છે કે આ કાર્યો કરવાની લેખિત રજૂઆતો પણ સરપંચો દ્વારા સંબંધિત ગામ દ્વારા કરવામાં આવી હોય તેવું પણ નથી અને આ તમામ કામો સંદર્ભે બોર્ડના નિયમ મુજબ ટેન્ડરની કોઇ પ્રક્રિયા આચરેલ હોય તેવું પણ રેકર્ડ ઉપર મળી આવેલ નથી.

આ સમગ્ર મામલે વિજિલન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી વિજિલન્સે જ્યારે આ કૌભાંડની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આ સમગ્ર મામલે કાર્યપાલક એન્જિનિયર આશા પટેલે 206 જેટલા બિલના ડિમાન્ડ દર્શાવ્યા છે જેમાંથી કેટલાક કામ જ પૂર્ણ થયા છે બાકીના અંશત અથવા તો થયા જ નથી. આવી જ રીતે એન્જિનિયર અર્ચના પટેલે 6 જેટલા બિલ ડિમાન્ડમાં બતાવ્યા હતા અને નાયબ કાર્યપાલક એન્જિનિયર દિવ્યતા પટેલએ 3 કામો બતાવ્યા હતા. કૌભાંડ બહાર આવ્યા બાદ જ્યારે સીઆઇડી ક્રાઈમ સાથે વિજિલન્સ પણ આ તપાસમાં જોડાઈ હતી ત્યારે બિલના આધારે સ્થળ તપાસ કરવામાં આવી હતી. સ્થળ તપાસમાં જાણવા મળ્યું હતું કે, અનેક જગ્યાએ કામ થયા જ નથી અને કેટલાક જગ્યાએ અંશતઃ કામ થયા છે. અને આ કૌભાંડમાં આ ત્રણેય મહિલા અધિકારીઓના નામ સામે આવ્યા હતા.

Related Articles

Back to top button