કામરેજ 

કામરેજના ઓરણામાં ખેતરમાંથી શેરડી ભરીને નીકળતી ટ્રક જીવંત વીજ તારને અડતા ક્લીનરને કરંટ લાગવાથી મોત નિપજ્યું

નર્મદા જિલ્લાના વતની અને હાલ બારડોલી સુગર ખાતે રહેતો 28 વર્ષીય અશ્વીન ધીરસીંગ વસાવા સુગરની ટ્રક પર ક્લીનરનું કામ કરતો હતો.

બુધવારે ઓરણા ગામની સીમમાંથી શેરડી ભરીને નીકળતી વખતે ખેતરમાંથી પસાર થતા વીજ લાઈન વાળા જીવંત તાર શેરડી ભરેલી ટ્રકને અડતા ભડાકો થયો થયો, જેને લઇ ડ્રાઈવર કેબિનમાંથી કૂદી બહાર આવી ગયો હતો. જ્યારે ક્લીનર અશ્વિન વસાવાને કરંટ લાગતા બેભાન અવસ્થામાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થળ પર આવેલી 108 મારફતે કામરેજ સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવાયો હતો.જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.

Related Articles

Back to top button