સાગબારામાં ત્રણ ગેરેજના માલિકોએ રીપેરિંગ માટે આવતાં વાહનોનું રજીસ્ટર નહિ નિભાવતા કાર્યવાહી

નર્મદા જિલ્લો રાજ્યની બોર્ડર હોય પરપ્રાંતીય તત્વો દ્વારા થતી વિદેશી દારૂની હેરફેરીથી લઇ વાહન ચોરી થતી હોય છે. જે આ સાગબારાનાં બોર્ડર થી રાજ્ય બહાર પણ જતી હોય છે. ત્યારે કલેક્ટરના જાહેરનામા અને પોલીસ દ્વારા પણ રિપેર કરવા આવતી ગાડીઓ નાં નંબર અને માલિકના નંબર એડ્રેસ રજીસ્ટર મેન્ટેન કરવાની સૂચના હોવા છતાં ગેરેજોમાં વિગતો ભરવામાં નાં આવતા સાગબારા પોલીસે ચેકીંગ કરતા ચેકીંગ દરમિયાન ત્રણ ગેરેજોમાં આવા કોઈ માહિતી લેવામાં ન આવતાં ગુનો નોંધવામાં આવ્યો છે.
સેલંબા પાંચપીપરી રોડ પર આવેલા ક્રિષ્ના ઓટો ગેરેજમાં ચેકીંગ કરતા ગેરેજ ચલાવનાર કિરણ પ્રકાશ તડવી, સાગબારાના ઘોડાદેવી ગામે રહેતા કિરણ પ્રકાશ તડવીએ ગેરેજમાં રીપેરીંગ માટે આવતા વાહનોની માહિતી દર્શાવતુ રજીસ્ટર નહી નિભાવી તથા રીપેરીંગ માટે આવતા વાહનોના કાગળોની ઝેરોક્ષ રાખી ન હતી. તેવી જ રીતે દેડીયાપાડા- સાગબારા રોડ, નેશનલ ગેરેજના માલિક સબ્બીર અહેમદ આરબ અને આ જ રોડ પર આવેલા રઝા મોટર ગેરેજના માલિક રીઝવાન મેહમુદખાન પઠાણ આ ત્રણેય એ પોતાના ગેરેજ માં આવતા વાહનોની માહિતી દર્શાવતુ રજીસ્ટર નહી નિભાવી તથા રીપેરીંગ માટે આવતા વાહનોના કાગળોની ઝેરોક્ષ નહિ રાખી જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ બદલ ત્રણેય સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




