Corruption: માંડવીના વાંકલા ગ્રામ પંચાયતમાં નાણાંની ગેરરીતી અંગે મુખ્યમંત્રીને ફરિયાદ

માંડવી તાલુકાના વાંકલા ગામે સરકારની વિવિધ યોજનાઓના ડુપ્લીકેશન ઉપરાંતની ઘણી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ પૂર્વ સરપંચે મુખ્યમંત્રીને કરી હતી. જે અંતર્ગત જિલ્લાના અધિકારી દ્વારા વાંકલા પંચાયતની મુલાકાત લીધી હતી.
વાંકલા પૂર્વ સરપંચ ચૌધરી નગીનભાઈ દ્વારા મુખ્યમંત્રીને કરેલી અરજીમાં વાકલા સરપંચ દ્વારા સરકારની વિવિધ યોજનામાં ગેરરીતી કરી હોવાની ફરિયાદ થઇ છે જે પૈકી રસ્તાઓના કામ તથા પેવર બ્લોકના કામ ઉપરાંત સરકારની મનરેગા યોજનામાં નાણાકીય ગેરરીતિ થઈ હોવાનું જણાવ્યું હતું. ગ્રામ પંચાયતમાં કરાતા કામમાં આવતા મજૂરોના મસ્ટર અંદર જે વ્યક્તિઓનો ઉલ્લેખ કરાયો છે જે પૈકી ઘણા માણસો વિદ્યાર્થી તરીકે કે અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે તો વળી એક વ્યક્તિ કાકરાપાર અણુમથકમાં હાજરી બોલતી હોય એ જ વ્યક્તિની હાજરી ગ્રામ પંચાયતના મસ્ટરમાં પણ બોલતી હોવાનું ધ્યાનમાં આવેલ છે. આવી અનેકવિધ વિકાસની પ્રવૃત્તિઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું અને ચર્ચા મુજબ પૂર્વ સરપંચની ફરિયાદને આધારે અધિકારીઓ આવી તલાટીને બોલાવી તપાસ હાથ ધરી હતી.




