નવસારી

વાંસદા કંડોલપાડા તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું

વાંસદા કંડોલપાડા તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું.

વાંસદા કંડોલપાડા તાલુકા પંચાયત સીટના ઉમેદવારનું મૃત્યુ થતા ઘણાં સમયથી આ સીટ ખાલી પડી હતી. જેમાં હાલમાં નગરપાલિકા તેમજ તાલુકાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં વાંસદા કંડોલપાડા તાલુકા પંચાયત પેટા સીટના કોંગ્રેસના ઉમેદવાર મધુભાઈ બાબરભાઈ પટેલે ઉમેદવારીપત્ર ભરવા માટે હનુમાન મંદિર પાસેથી એક રેલી કાઢી હતી. જેમાં વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાવિત, ઉનાઈ સરપંચ મનિષ પટેલ, ઈલિયાસ પ્રાણીયા સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મામલતદાર કચેરીએ પહોંચી શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

Related Articles

Back to top button