નર્મદા જિલ્લાના કોંગ્રેસ પાર્ટીમાં હોદ્દા ધરાવતા અને પાર્ટીના સભ્ય એવા 4 હોદ્દેદારોને કોંગ્રેસ પાર્ટી એ સસ્પેન્ડ કર્યા

નર્મદા જિલ્લાના કોંગ્રેસ પાર્ટીમાં હોદ્દાધરવતા અને પાર્ટીના સભ્ય એવા 4 હોદ્દેદારોને કોંગ્રેસ પાર્ટી એ સસ્પેન્ડ કર્યા છે અને બાકીની યાદી હજુ આવશે. હાલમાં માઈનોરીરી સેલના પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ એવા ઈમ્તિયાઝ અલી કાદરી ભાજપમાં જોડતા પાર્ટી વિરુદ્ધ ગયા હોય તેમને ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલ કરવામાં આવ્યા છે.
જોકે તેઓ જ્યારે ભાજપ માં જોડાયા ત્યાર બાદ 19 માર્ચ 2024ના રોજ AICC દિલ્હી માઈનોરીટી ડિપાર્ટમેન્ટ માં પોતાનું રાજીનામું આપી દીધું હતું..જોકે પ્રદેશ કક્ષાએ થી હાલ એક્શન લેવાયા છે. જ્યારે તેમના દીકરી સહિનુર શાહરૂખ ખાન પઠાણ કે જે કોંગ્રેસ પક્ષમાંથી રાજપીપળા નગરપાલિકાના સદસ્ય છે, તેઓ પણ ભાજપમાં જોડતા તેમને પણ કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે તમામ પાર્ટીઓ આ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. એ પહેલાં કેટલીક ગ્રામપંચાયતોની ટર્મ પૂરી થતી હોય તેની ચૂંટણી આવશે, જેથી રાજકીય પાર્ટીઓ સંગઠન મજબૂત કરવા બેઠકોનો દોર સરું કર્યો જેમાં પાર્ટી વિરોધી કાર્ય કર્યું હોય કે અન્ય પાર્ટીમાં જોડાયા હોય તેવા કાર્યકરો ને સસ્પેન્ડ પણ કરવામાં આવી રહ્યા છે.
આ સાથે જિલ્લા પંચાયતના સભ્ય એવા ભગવતીબેન હરેશભાઈ તડવી કોંગ્રેસના સભ્ય હોવા છતાં ભાજપમાં જોડાયા તેમને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજપીપળા શહેર પ્રમુખ મિતેશ ભરતભાઈ પટેલ પણ ભાજપમાં જોડતા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સૂચનાથી સિસ્ત સમિતિના બાબુભાઈ પટેલ દ્વારા સસ્પેન્ડ લેટર જાહેર કરવામાં આવ્યા છે.




