તાપી

કુકરમુંડાના મોદલા ગામમાં કરોડો ખર્ચે બનેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાલુ ન થતા દર્દીઓએ હાલાકી અનુભવી

તાપીના કુકરમુંડાના મોદલા ગામ ખાતે ગામજનો સહીત આજુબાજુ વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય લક્ષી સેવા મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટરનું નવું મકાન બનાવવામાંં આવેલ છે. પરંતુ નવું મકાન તૈયાર થવાના આશરે એક વર્ષ જેટલો સમયગાળો પસાર થઇ જવા છતાં પણ હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટરને શરૂ કરવા માટે વહીવટી તંત્રને હજુ સુધી ખાત મુહૂર્ત મળ્યું જ નથી.

મોદલા ગામે લાખોના ખર્ચે બનાવવામાં આવેલ નવું હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટર ખાતે લોકોને આરોગ્ય લક્ષી સેવા મળી રહે તે માટે તાત્કાલિક ધોરણે હેલ્થ એન્ડ વેલનેસ સબ સેન્ટરને ચાલુ કરવાની માંગ સાથે ગત રોજ ગામના જ જાગૃત નાગરિક દ્વારા કુકરમુંડા તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિતમાં રજુઆત કરી છે. મોદલા ગામના રહેવાસી રવિભાઈ માનસિંગભાઈ વસાવા દ્વારા તા.પં. કચેરી ખાતે કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર મૌજે મોદલા ગામમાં આવેલ આરોગ્ય સબ સેન્ટરનું નવું મકાન છેલ્લા એક વર્ષથી બની ગયેલ છે. તેમ છતાં આજ દિન સુધી સબ સેન્ટરને ચાલુ કરવામાં આવેલ નથી.

જે બાબતે આ જાગૃત નાગરિકે મોદલા ગ્રામ પંચાયત ખાતે ગત બીજી ઓક્ટોબર 2024ના રોજ યોજાયેલ ગ્રામસભામાં પણ ચર્ચા કરવામાં આવી હતી. છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. મોદલા ગામમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આરોગ્ય સબ સેન્ટરને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ફરી કુકરમુંડા તાલુકા પંચાયત કચેરી ખાતે જાગૃત નાગરિકે લેખિતમાં રજૂઆત કરી છે.

Related Articles

Back to top button