વાલોડના પેલાડ બુહારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કસ્ટોડિયને પદાધિકારીઓની નિમણૂંક કરાઇ

વાલોડના પેલાડ બુહારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના હિસાબો સાધારણ સભામાં મંજૂર ન થતા અને વહીવટી વાઉચર બાબતે અસંતોષ હોય હિસાબો ના મંજૂર થતા મંડળીનો વિવાદ વધતા 11માંથી 9 જેટલા સભ્યોએ રાજીનામું આપી દીધા હતા અને જિલ્લા સહકારી રજીસ્ટર સહકારી મંડળીઓ દ્વારા ધ સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની મંડળીના કસ્ટોડિયન દ્વારા ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવી. પેલાડ બુહારી ખાતે આવેલ પેલાડ બુહારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની મંડળીની વાર્ષિક સાધારણ સભા તા. 25/09/2022 ના રોજ યોજવામાં આવેલ હતી, જેમાં હિસાબો બાબતે વિવાદ સર્જાયેલ હોય સાધારણ સભા બરખાસ્ત થયેલ હતી. મંડળીના સભાસદોનો વિશાળ હિતોને ધ્યાને લેતા સહકારી કાયદાની કલમ 74 ડી હેઠળ કસ્ટોડિયનની નિમણૂંક કરવા ભલામણ કરી હતી. જે અન્વયે જિલ્લા રજીસ્ટર પી.બી. કણકોટિયા સહકારી મંડળીઓ તાપીને મળેલ સત્તાની રૂએ પેલાડ બુહારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કસ્ટોડિયન તરીકે ધ સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરી સુરતની હુકમની તારીખથી કસ્ટોડિયન્ટ તરીકે નિમણૂક કરી હતી.
પેલાડ બુહારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લીની 45મી વાર્ષિક સાધારણ સભા મંડળીના સેન્ટર 1 મુકામે વહીવટ દાર કસ્ટોડિયનના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. સને 2023 -2024ના હિસાબો વાંચી સંભળાવી તમામ હિસાબો સર્વાનુમતે મંજૂર પસાર કરવામાં આવ્યા હતા. એજન્ડા મુજબ આગામી પાંચ વર્ષ માટે વ્યવસ્થાપક સમિતિની રચના સર્વનું માટે બિનહરીફ કરવામાં આવી. જેમાં (1) નવીનભાઈનાનું ભાઈ પટેલ, (2)વિનોદ નાનું પટેલ (3)જીગર પ્રવીણ પટેલ (4) ભાલચંદ્ર નાનું પટેલ (5) દિલીપ ગોપાળ પટેલ (6) પ્રફુલ રમણ પટેલ (7) પરેશ મોહન ધોડિયા (8) અંકિત પટેલ (9) ભરત પટેલ (10) નયનાબેન જયેશ પટેલ (11) સુમિત્રા કમલેશ પટેલની નિમણુક કરવામાં આવી હતી.
જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે નવીનભાઈ નાનુંભાઈ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ નાનુભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.




