ડોલવણ તાલુકાના પંચોલ ગામમાં પંચોલથી પલાસીયાને જોડતો કોઝવે પર પાણી ફરી વળતાં ધોવાણ થતાં હાલાકી વેઠવી પડી રહી છે.

ડોલવણના પંચોલથી પલાસિયા, અંતાપુર, કુંભિયા, ધોળકા , કલમકુઈ જોડતો હાલના કોઝવે પાણીમાં ડૂબી જતાં કોઝવે ચેકડેમ મા ધોવાણ થઈ ગયું છે. ચેકડેમ પરના સળીયા બહાર આવી ગયા છે. ઠેરઠેર મસમોટાં ગાબડાં પડી ગયા છે.જેને લીધે જોખમી બની ગયો છે . આ કોઝવે ચેકડેમ બંધ રહેતા વિદ્યાર્થીઓએ, ખેડૂતો, મજુર વર્ગ ના લોકોએ ચકરાવો મારીને જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.જેને પગલે સ્થાનિક લોકોમાં ભભુકતો રોષ ફેલાયો છે. સામાન્ય વરસાદ પડતાની સાથે ચેકડેમ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે
આ કોઝવે પર પાણી ભરાઈ જતાં ધોવાણ થઈ જતાં જોખમી બની ગયો છેે. ઉત્તર બુનિયાદી અને આશ્રમશાળામાં અભ્યાસ કરતા બાળકોને કોઝવેે પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. સરપંચ અતુલભાઈ ગામીતે કોઝવે મરામત માટે માગૅ અને મકાન વિભાગના અધિકારીઓને જાણ કરી હોવા છતાં પરિસ્થિતી જૈસે થે છે. કોઝવે નું રિપેરિંગ કામ થયું નથી. જેથી પગલે ગ્રામજનો માં આક્રોશ જોવા મળ્યો છે




