ડાંગ
ડાંગ આહવા દેવીનામાળ કેમ્પ સાઈટે પ્રવાસીઓ વચ્ચે ઝઘડો
આહવા પોલીસ સ્ટેશનમાં આ બાબતે છેડતીની પણ ફરિયાદ આપવામાં આવી

ડાંગના આહવા દેવીનામાળ કેમ્પ સાઈટ તરફ બન્ને ભાઈ બેન એમના મિત્રો સહિત ફરવા જવાનું પ્લાન કરી ફેમિલી જોડે કાર અને સ્કુટી પર બેસી દેવીનામાળ કેમ્પ સાઈટે ગયા હતા. ત્યારે સામેથી આવતાં અર્ટીકા કારમાં સવાર ઈસમોએ તેમની ગાડી રોકાવી હોવાથી તેમણે ગાડી રોકાવાનું કારણ પૂછતાં નાની બોલાચાલી થઈ હતી. થોડી જ વારમાં અર્ટીકા કારમાં સવાર ઈસમોએ અપશબ્દો બોલી નીચે ઉતરી યુવકને ઢોરમાર માર્યો હતો. જયારે પોતાનાં ભાઈનો બચાવ કરવા ગયેલી બહેન જોડે પણ દુપટ્ટો ખેંચી છેડતી કરી હોવાનું જણાયું છે. હાલ આ ઈસમો વિરૂદ્ધ આહવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંઘી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




