સઠવાવ-તરસાડા ખુર્દ રસ્તા પર રાત્રીના સમયે વાહન લઇને નીકળવું મુશ્કેલ બન્યું

સઠવાવ-તરસાડા ખુર્દ રસ્તા વચ્ચે જીવલેણ ખાડો પડ્યો છે. જ્યાંથી લોકો મહામુસીબતે પસાર થઈ રહ્યા છે. મસમોટા ખાડા પાસેથી પસાર થતા વાહનચાલકોમાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
ગામડાઓમાં જવા માટે તેમજ માંડવી તરફ ખરીદી કરવા જવા માટે વાહન ચાલકોનો ધસારો આ રોડ પર જોવા મળે છે. ખાડો કોઇનો ભોગ લે તે પહેલાં પૂરાવા માટે માગ થઈ રહી છે. સ્થાનિકોએ વાહનચાલકોનું ધ્યાન દોરવા પથ્થરો મૂકી દેવામાં આવ્યા છે. જોખમી ખાડો છેલ્લા ઘણાં સમયથી પડ્યો છે. જેને લઈને વાહનચાલકો અકસ્માતના ભયથી ડરી રહ્યા છે. તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે એવી વાહનચાલકોમાં અને સ્થાનિક લોકોમાં માગ ઉઠી છે. રાત્રીના સમયે વાહન લઇને નીકળવું મુશ્કેલ લાગે છે. સ્થાનિક લોકોએ કોઈ અજાણ્યા વાહનચાલકને ખાડો ન દેખાય અને અકસ્માત સર્જાય નહીં તેના માટે પથ્થર ખાડા પાસે મૂકી રાખ્યાં છે. તંત્ર દ્વારા તાત્કાલિક આવા જોખમી ખાડાઓનું કામ કરવામાં આવે એવી વાહનચાલકોમાં માગ છે.




