પદમાં સ્ટોન કુવારીની ઊડી ખાણમાં બ્લાસ્ટિંગ માટે ડ્રીલિંગ કરતા ડીલરો જાનના જોખમે કામ કરતા હોવાનું કેમેરામાં કેદ થયું.

માંડવી તાલુકાના ઉટેવા ગામે આવેલ પદમાં સ્ટોન કુવારી ની ઊંડી ખાણમાં ખાણના ઊંચા કિનારા પર બ્લાસ્ટિંગ માટે ડ્રીલીંગ કરનાર ઓપરેટર પોતાના જાન ના જોખમે ડ્રીલીંગ કરી રહ્યા હોવાનું ષડયંત્ર બહાર આવ્યું છે.
હકીકતમાં, પદમાં સ્ટોનની ઊંડી ખાણમાં તેના ઊંડા કિનારા પર ડ્રીલીંગ કરનાર ઓપરેટરો જાનના જોખમે કામ કરી રહ્યા હોય તેઓએ કોઈપણ જાતના સેફટી ના ગણવેશ, કમર સીટ બેલ્ટ, બુટ , હેલ્મેટ કે કેપ નો ઉપયોગ કર્યા વગર પોતાના જાનના જોખમે કામ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ખાણ લીઝ ઇન્સ્પેક્ટરે તેમજ જે તે લીઝ ધારક જવાબદારો તરફથી આવી ઊડી લીઝની બેખડો પર કે કિનારા ઉપર ડ્રીલીંગ નું કામ કરનાર ઓપરેટરોને પોતાના સુરક્ષા કાજે ખાણ અધિનિયમ મુજબ સેફ્ટીના સાધનો /ગણવેશ, કેપ, યા હેલ્મેટ, કમ્મર સીટ બેલ્ટ, બૂટ વિગેરે પહેર્યા વગર જેઓ પોતાના જાનના જોખમે કામ કરી રહ્યા હોય, ત્યારે આવી તમામ લીજો પર ખાણમાં તેમજ ખાણની ઊંડી બેખડો પર કામ કરતા ડ્રીલીંગ ઓપરેટરો ના સુરક્ષા કવચ તેમજ ડ્રીલીંગ કરનાર ઓપરેટરોના ગણવેશો ઓપરેટરોના સુરક્ષા કાજે ફરજિયાત નિભાવવાનું ફરજ પાડવામાં આવે. અને આવી ઊડી લીજો માં ઓપરેટરોના સુરક્ષાના કાજે તેમજ ઓપરેટર હોવાના ઓળખાણ ના કાજે કોઈ પણ ગણવેશ હોતા નથી ત્યારે ખાણ ઇન્સ્પેક્ટર તરફથી તેમજ જવાબદાર તંત્ર તરફથી અને જિલ્લા ખાણ ખનીજ અધિકારી તરફથી તાત્કાલિક ધોરણે અમલ કરાવવા વિનંતી છે. તેમજ આવા સેફટી સાધનો કે ગણવેશોનો ન ઉપયોગ લેવડાવનાર જવાબદાર તંત્રને તાકીદે કાયદાકીય દંડનીય કાર્યવાહી કરવા સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.




