તાપી

નિઝરના ભીલ જાંબોલી ગ્રામ પંચાયતમાં નવા સબ સેન્ટરની જગ્યા અંગે ખોટા ઠરાવ થયાનો આક્ષેપ

નિઝર તાલુકામાં સમાવેશ ગ્રુપ ગ્રામ પંચાયત ભીલ જાંબોલીમાં નવા સબ સેન્ટરનું બાંધકામની જગ્યા બાબતે કરેલ ગ્રામસભાનો ઠરાવ ખોટો હોવાનું RTI હેઠળ મળેલ માહિતીમાં ખુલાસો થયેલ હોવાના ગંભીર આક્ષેપો સાથે ગત રોજ સબ સેન્ટરનું બાંધકામની જગ્યા બાબતે થયેલ ખોટા ગ્રામસભાના ઠરાવની તપાસ કરવા અંગે ભીલજાંબોલી ગામના કિરણભાઈ સુકલાલભાઈ વસાવે, વિજયભાઈ વેસ્તાભાઈ વળવી, અમરસિંગભાઈ ભરતભાઈ વળવી સહીતના લોકોએ નિઝર તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે.

ગ્રુપ ગ્રામ પંચાયત ભીલજાંબોલીમાં નવા સબ સેન્ટરનું બાંધકામની જગ્યા બાબતે તારીખ 20/03/2022ના રોજ થયેલ ગ્રામસભાનો ઠરાવ નંબર-2 સરપંચએ પોતની મનસ્વી રીતે નવા સબ સેન્ટરનું બાંધકામની જગ્યાનો ઠરાવ આરોગ્ય વિભાગના અધિકારીને આપેલ છે. જે અંગે નિઝર તાલુકા વિકાસ અધિકારી પાસેથી ગ્રામસભા પ્રોસિડિંગ નકલની RTI હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જે RTI હેઠળ મળેલ માહિતીમાં નવા સબ સેન્ટરનું બાંધકામની જગ્યા બાબતે ગ્રામસભાનો ઠરાવ કોઈ પણ પ્રકારે ગ્રામસભામાં બતાવેલ તારીખે મળેલ નથી અને આવો જગ્યા બાબતે ઠરાવ ગ્રામસભામાં થયેલ નથી. તેમજ RTI હેઠળની માહિતીમાં તલાટીક્રમ મંત્રીએ આપેલ પ્રોસિડિંગ નકલ અને તેમના જવાબ પરથી ફલિત થાય છે કે, સરપંચએ પોતના હોદ્દાનો દૂર ઉપયોગ કરી.

સરકારી તંત્રને ગેરમાર્ગે દોરી સત્તાનો દૂર ઉપયોગ કરેલ છે. ગ્રામ પંચાયતની અધિનિયમ મુજબ ઠરાવ આપવાની સત્તા તલાટીક્રમ મંત્રીને હોવા છતાં સરપંચએ ઠરાવ પોતે લખી સરકારમાં આપેલ હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. જેથી આ બાબતે યોગ્ય તપાસ કરવાની માંગણી સહીત સરપંચએ કરેલ પોતાના હોદ્દાનો દૂર ઉપયોગને ધ્યાને લઇ સરપંચને તાત્કાલિક પદથી દૂર કરવાની માગ સાથે નિઝર તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે.

Related Articles

Back to top button