તાપી

ડોલવણના ગોડાઉન ફળિયામાં સ્થાનિક લોકોએ ચકરાવો મારીને જતા મુશ્કેલી વેઠવાનો વારો આવતાં ગરનાળુ મોટું બનાવવા માંગણી ઉઠી

ડોલવણ તાલુકાના મુખ્ય મથકે આવેલા ડોલવણના પોલીસ સ્ટેશનથી આગળ ડોલવણ ડેપો પાસે આવેલા ગોડાઉન ફળિયામાં પૃથ્વીરાજ કાનજીભાઈ ચૌધરીના ઘરેથી અંજનાબેન મુકેશભાઈના ઘર તરફ જતા રસ્તામાં આવતું ગરનાળુ છેલ્લાં ઘણા સમયથી નાનું હોવાને લીધે સ્થાનિક લોકોએ ચકરાવો મારીને જતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસા દરમ્યાન ભારે હાલાકી વેઠવી પડે છે. ડોલવણના ગોડાઉન ફળિયામાં છેલ્લાં ઘણાં ચોમાસા દરમ્યાન સામાન્ય વરસાદથી ગરનાળુ ઓવર ફ્લો થઈ જતા લોકોમાં રોષ છે. ગામના મજૂર વર્ગ, ખેડૂતો દ્વારા જાણ કરી હોવા છતાં પણ કામગીરી કરવામાં આવી નથી કરવામાં આવે છે.

સામાન્ય વરસાદ પડતાની સાથે જ વ્યવહાર બંધ થતાં લોકોએ ચકરાવો મારીને જવું પડે છે. ગરનાળુ નાનું હોવાને કારણે પાણીની નિકાલનો વિકટ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ બાબતે ગામના સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયતમાં, તાલુકા પંચાયતમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેને પણ સ્થાનિક લોકોમાં રોષ છે. તાત્કાલિક અસરથી આ ગરનાળુ મોટું બનાવાય તો આ સમસ્યાનો કાયમી હલ થાય એવું જણાઈ રહ્યું છે. ગોડાઉન ફળિયામાં પાણીના નિકાલ માટેનું ગરનાળુ મોટું બનાવવામાં આવે તેવી લોકમાગ કરી હોવા છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

Related Articles

Back to top button