તાપી

કુકરમુંડાના ફૂલવાડી ગ્રામ પંચાયતમાં આદિજાતિ વિસ્તારમાં વિકાસ અટકી પડ્યો!

ફુલવાડી ગૃપ ગ્રામ પંચાયતના સમાવિષ્ઠ એક ગામમાં ૬૪ % કામો, ૭ ગામોમાં ૩૩% કામો તેમજ બે ગામોમાં કોઈ કામકાજ કેમ નહી ?

  • સામાજિક શેડના આજુબાજુ‌ પેવર બ્લોકના કામના રૂપિયા ૨,૮૫,૦૦૦ ની ગ્રાંટ માટે ગોરાસા ગામના બદલે કુકરમુંડા ભોય શેરીના ફોટા કેમ?

તાપી જિલ્લાનો કૂકરમુંડા તાલુકો એ નવનિર્મિત તાલુકો છે. તે તાલુકાના મોટાભાગની વસ્તી ઉકાઈ જળાશય ગ્રસ્ત અતિ પછાત અને અભણતાનું પ્રમાણ વધારે જોવા મળે છે.‌ જેમાં ફુલવાડી ગ્રામ પંચાયત એ કુલ ૧૮ વોર્ડ ધરાવે છે. એમાં ખુદ તાલુકા મથક કુકરમુંડા સાથે ડોડવા, કૌઠીપાડા, ગોરાસા, ઉટાવદ, પાટી, ફુલવાડી, કોરાલા, ગાડીત , કોંડરેજ અને કેલાની વગેરેનો સમાવેશ ગામોનો થાય છે.એમા ખાસ ખરીને કુકરમુંડા સિવાય તમામ વસ્તી આદીવાસી લોકોની હોવાને કારણે ફુલવાડી ગ્રામ પંચાયત આદીજાતિ અનામત છે. અને હાલમાં સરપંચ તરીકે પાડવી વનિતાબેન ગજેન્દ્રભાઈ સત્તારૂઢ છે.

પરંતુ ગત સમયમાં ઘણાં બધા ફુલવાડી ગ્રામ પંચાયતનાં વહીવટ બાબતે ઉચ્ચત્તર સુધી અવાજ ઉઠાવ્યો હતો. છતાં કંઈ અધિકારીઓમાં તટસ્થનિતિના અભાવે કૃત્રિમ કારણોસર અનેક જાતની સમસ્યાઓ નિર્માણ થયેલ છે.‌ ફુલવાડી ગ્રામ પંચાયતની સને -૨૦૨૨-૨૩ નો અભ્યાસ દરમ્યાન સરકારી યોજનાઓ હોવા છતાં વિકાસ થઈ રહ્યો નથી. અને મોટાભાગે આદીજાતીના લોકો તકલીફોમાં કેમ જીવે છે! તેનુ ચિત્ર ફલીત થાય છે. સને – ૨૦૧૭-૧૮માં કુલવાડી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ ૩૮૪ લાભાર્થીઓ નોંધાયેલ છે. જેમાં કેલાની ગામમાં ૮૨ માંથી ૮૨ , ફુલવાડીમાં ૧૫૮ માંથી ૧૦૫, કુકરમુંડામાં ૧૦૭ માંથી ૧૦૭, કોંડરેજમાં ૧૪ માંથી૧૪,  ગોરાસામાં ૧૨ માંથી ૧૨, ઉટાવદમાં ૮ માંથી ૮ , ગાડીતમાં ૪ માંથી ૪‌ આવાસો પુર્ણ થયેલ છે. પરંતુ ડોડવા તેમજ કોરાલા, કૌઠીપાડા અને ડોડવા ગામમાં એક પણ પ્રધાન મંત્રી આવાસ ક્યા કારણોસર નોંધાયેલ નથી કે ફાળવવામાં આવેલ નથી? તે જાણવા જોગ બની રહ્યું છે. તેની સંપુર્ણ વસ્તી અમુક અપવાદ બાદ કરતાં આદીવાસી લોકો રહે છે. બિજી બાજુ ફુલવાડી ગૃપ ગ્રામ પંચાયત સને ૨૦૨૨-૨૩માં ૫૮ કામો ગ્રામ પંચાયતના આયોજન હેઠળ કરવામાં આવેલ છે. તેમાં કુકરમુંડા તાલુકા મથકે જ્યાં બિન આદીવાસીઓની વસ્તી રહે છે. તે પણ મોટાભાગના ધનાઢ્ય લોકો રહે છે. તેવા વિસ્તારોમાં પેવર બ્લોક, કંમ્પાઉન્ડ વોલ, ગટર લાઈનો બોર મોટર ટાંકીની વ્યવસ્થા, હેડ પંપ વગેરે કુલ ગ્રામ પંચાયતની વસ્તી પૈકી ૨૫% વસ્તી માટે ૩૮ કામો ફાળવવામાં આવેલ છે. જયારે બિજા ગામોની ૭૫% વસ્તી માટે ૫૮ કામો પૈકી ૨૦ કામો જ ફાળવવામાં આવેલ છે. શું ૭૫ % લોકો માણસો નથી ? જે લોકોને ખરેખર સહાયની જરુરત છે. તે જ લોકોને અન્યાય કેમ? એ પણ અનામત સીટ પરથી ચુંટાયેલા ‌સરપંચ દ્ગારા જ કેમ અનદેખી ? જયારે કોરાલા જેવા ગામમાં એકપણ કામ કેમ લેવામાં આવતુ નથી ? ઉપરાંત કેટલાંક કામો ઓન પેપર પર બચાવવામાં આવેલ છે. પરંતુ વાસ્તવિક કામ થયેલ છે કે કેમ? તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે,  ગોરાસા ગામમાં સામાજિક શેડની આજુબાજુ જે પેવર બ્લોકની કામગીરી બતાવવામાં આવેલ છે. તે ગોરાસા ગામને બદલે કુકરમુંડા તાલુકા મથકના ભોય શેરીનો માલુમ પડી રહ્યો છે. ઉપરાંત કેટલાંક કામોનું આયોજન બોગસ કરવામાં આવી રહ્યું છે. કેમ કે, ફુલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં બોર/મોટર માટે રૂપિયા ૧,૪૦,૦૦૦ ની આસપાસ દર્શાવે છે. જયારે ગાડીત ગામમાં કરવામાં આવેલ બોર/ મોટર માટે રૂપિયા ૨,૭૬,૭૧૫ નું આયોજન કેમ ? આવો ભ્રષ્ટાચારનો વ્યાપાર સેવાના નામે મેવા પ્રતિનિધિઓ અને અધિકારીઓ મિલીભગતથી કરી રહ્યાં છે. જેના કારણે એક તરફ ભાજપ સરકાર આદીવાસીઓ માટે કટિબદ્ધની વાતો કરે છે. જયારે બિજી તરફ એમના જ અધિકારીઓ તથા પ્રતિનિધિઓ ભ્રષ્ટાચાર કરવા કટિબદ્ધ બન્યાં છે. જે‌ હકીકતે જોતાં સને -૨૦૨૨-૨૩ની સાલમાં ફુલવાડી ગૃપ ગ્રામ પંચાયતના આયોજનમાં કુલ ૫૮ કામો પૈકી ૩૮ કામો ફકત અમિરોના વિસ્તારોમાં કુલ રૂપિયા ૧,૧૩,૬૫,૫૯૧ ફકત ગ્રાંટ વાપરવામાં આવી છે. જયારે જ્યાં ગરીબો‌ અને મજુરો રહે છે. તેવા વિસ્તારોમાં ફકત કુલ ૫૮ કામો પૈકી ૨૦ કામોના રૂપિયા ૩૨,૭૦,૭૨૧ , નવ જેટલાં કામો માટે વાપરેલ છે. આ સમગ્ર મામલો અધિકારીઓ અને પદાધિકારીઓના મેળાપણાનું પરિણામ ‌ગરીબ પ્રજા ભોગવી રહી છે‌. જેથી ફુલવાડી ગૃપ ગ્રામ પંચાયતના લોકો સમસ્યાઓથી ત્રાહી ત્રામ થયેલ છે. જે ‌લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે.

Related Articles

Back to top button