ડાંગ જિલ્લા સંકલન સમિતિમાં લાભાર્થીઓ સાથે સંવાદ

ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા ‘પ્રોજેકેટ દેવી’ અને ‘પ્રોજેક્ટ સંવેદના’ અંતર્ગત પ્રજાભિમુખ સંવેદનશીલ અભિગમ દાખવી જિલ્લાના અલગ અલગ વિસ્તારના ભોગ બનનારા લોકો સાથે સીધો સંવાદ સાંધી તેમની આપવીતી જાણી હતી. અસરગ્રસ્ત લોકોના દુ:ખ અને પ્રશ્નો જાણી કલેક્ટરે ત્વરિત પ્રશ્નોનું નિરાકરણ લાવી, લાભાર્થીઓને મળવાપાત્ર તમામ લાભો આપવા અંગે, સંબધિત અધિકારીઓને સૂચના આપી. ડાંગ પોલીસની She Teamને સહયોગ આપવા પણ જિલ્લા અધિકારીઓને ક્લેક્ટર દ્વારા સુચના અપાઈ.
ડાંગ જિલ્લા પોલીસવડા યશપાલ જગાણીયાની પ્રેરણા તેમજ ડાંગ જિલ્લાની SheTeamના ઉમદા કર્તવ્યના પરિણામ સ્વરૂપે, ડાંગ પોલીસ દ્વારા જિલ્લાના પ્રજાજનોની સુરક્ષા, તેમનો સર્વાંગી વિકાસ, અને તેમને મુખ્ય પ્રવાહ સાથે જોડવા, તેમજ જિલ્લામાં આવતાં સહેલાણીઓની સુરક્ષા અને સલામતી માટેના ખુબ જ ઉમદા પ્રયાસના ભાગરૂપે ત્રણ પ્રોજેકટ શરૂ કરવામા આવ્યા છે. પ્રોજેકટ દેવી, પ્રોજેકટ સંવેદના અને પ્રોજેકટ પ્રવાસી મિત્ર.




