માંડવી
માંડવીમાં જિલ્લા હોમગાર્ડ તથા નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી

માંડવી નગરપાલિકા મેદાનમાં હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાએ ખેલ મહોત્સવ યોજાયો હતો માંડવી હોમગાર્ડ યુનિટના સહયોગ સાથે નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ સુરત ગ્રામ્યના આઈ જે પટેલ ની ઉપસ્થિતિમાં આયોજિત ખેલ મહોત્સવ માં તાપી ભરૂચ નર્મદા વલસાડ ડાંગ આહવા સહિતના જવાનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો તન મનની તંદુરસ્તીના આશયથી કરાયેલ આયોજનમાં વિવિધ સ્પર્ધામાં જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.




