નર્મદાભરૂચ

ભરૂચમાં 60 અને નર્મદામાં 10 કવોરી ગાંધી જયંતીના દિવસથી બંધ થઇ ચુકી છે. બંને જિલ્લા મળીને 1,500થી વધારે કામદારોની દિવાળી બગડે તેવા સંજોગો ઉભા થયાં છે.

પર્યાવરણીય મંજૂરી સહિતના પ્રશ્નોને લઇ રાજયમાં બ્લેકટ્રેપ ( કપચી) કવોર એસોસીએશને અચોકકસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. ભરૂચમાં 60 અને નર્મદામાં 10 કવોરી ગાંધી જયંતીના દિવસથી બંધ થઇ ચુકી છે. બંને જિલ્લા મળીને 1,500થી વધારે કામદારોની દિવાળી બગડે તેવા સંજોગો ઉભા થયાં છે. ચોમાસાની વિદાય બાદ હવે રસ્તાઓના રીપેરિંગ અને નવીનીકરણની કામગીરી શરૂ થવાની છે તેવામાં કપચીની અછત ઉભી થશે તો કામગીરી પર બ્રેક લાગી શકે છે. કેવડિયામાં તો 31મી ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા દિવસની પરેડમાં ભાગ લેવા આવી રહયાં છે ત્યારે કવોરી ઉદ્યોગની હડતાળ અસર કરી શકે છે.

નર્મદાની 10 જેટલી કવોરી બંધ થતાં 500 જેટલા કર્મચારીઓ દિવાળી સમયે બેરોજગાર થતાં તેઓ સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ભારે વરસાદ ને કારણે મુખ્ય નેશનલ અને સ્ટેટ હાઇવેથી લઇ જિલ્લાનાં મુખ્ય માર્ગો પણ ખખડધજ થઈ ગયા છે. જેને રિપેર કરવા ડામર કપચી, ડસ્ટ મટીરીયલ ની જરૂર પડશે પણ હાલ કવોરી બંધ હોવાથી કામગીરી અટકી શકે છે.

26મી સુધીમાં મુલ્યાંકન થવું જરૂરી છે

ક્વોરી ઉધોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યો નથી. હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર કવોરીઓ બંધ કરવામાં આવી છે. 26મી સુધીમાં મુલ્યાંકન નહિ થાય તો તમામ કવોરી અને લીઝનું એટીઆર બંધ કરી દેવાશે. નર્મદામાં પણ 10 કવોરી ત્રણ દિવસથી બંધ હાલતમાં છે. > પરેશ ટાંક, પ્રમુખ, કવારી એસોસિએશન, નર્મદા

31મીએ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહયાં છે. જેના કારણે રાજય સરકારે રસ્તાઓના રીપેરિંગ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી દીધી છે પણ કવોરી બંધ હોવાથી કપચી સહિતની સામગ્રી ઉપલબ્ધ નથી. સરકાર જલ્દી નિર્ણય લઈને કવોરી ઉદ્યોગ પુનઃ ધમધમતો કરે તે જરૂરી છે.

Related Articles

Back to top button