બારડોલી

ભારે વરસાદને કારણે કડોદ આઉટ પોસ્ટની દીવાલ જમીન દોસ્ત બની

બારડોલી તાલુકાના કડોદ વિસ્તારમાં વહેલી સવારથી અતિભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. ભારે વરસાદને કારણે કડોદ આઉટપોસ્ટની કમ્પાઉન્ડ વોલ તૂટી હતી.

કડોદ અને આજુબાજુના ગામમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારે 6 થી 10 વાગ્યા સુધી મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. ખાસ કરીને કડોદથી મસાડ જતાં માર્ગ પર પાણી ફરી વળતાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી. વાહનો પસાર થઈ ન શકતા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો હતો. કડોદમાં તાપી નદી કિનારે આવેલ બારડોલી ગ્રામ્ય પોલીસની કડોદ આઉટ પોસ્ટની કમ્પાઉન્ડ વોલ ભારે વરસાદમાં ધરાશાયી થઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. નસીબજોગ દીવાલ તરફ કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. દીવાલ ધસી પડતાં મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા.

Related Articles

Back to top button