EDના સુરત, દિલ્હી સહિત દેશના 13 જગ્યાએ દરોડા
વાપીના જંગલમાંથી ખેરના લાકડા કાપી ગુટકા-કથ્થામાં ઉપયોગ લેતા સાગરીતો હાઈ પ્રોહાઇલ લિસ્ટમાં

ગુટકા ખાતા પહેલા દસ વાર વિચારી લેજો કારણકે લાકડાનો ભૂકો કરીને તેને ગુટકામાં ભેળવી દેવામાં આવે છે. આ અંગે ત્યારે જ જાણ થઈ જ્યારે વાપી ખાતે જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખેરના લાકડા કાપી બારોબાર વેચી દેવામાં આવતો હતો અને આ કેસમાં સુરત અને દિલ્હી સહિત દેશના અલગ અલગ 13 જગ્યાએ દરોડા પાડ્યા છે.
દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરના લાકડા પાછલા અનેક વર્ષોથી કાપીને વેચવામાં આવે છે. જેની તપાસ હાલ ઈડી દ્વારા કરવામાં આવી રહી છે. ઇડીના અધિકારીઓ મુજબ અત્યાર સુધીમાં 10થી 15 કરોડના લાકડા વેચી દેવામાં આવ્યા છે. જંગલ વિસ્તારમાં ખેરના અનેકો ઝાડ કાપી નાખવામાં આવ્યા છે. આ લાકડાનો ઉપયોગ ગુટકા અને કથામાં વપરાયો છે. એટલે લોકોએ ગુટખા અને કથા મારફતે 15 કરોડનું ખેરનું લાકડી ખાઈ ગયા છે.
ઇડીના તપાસમાં જાણવા મળ્યું છે કે, વાપીના જંગલમાંથી જે ખેરના લાકડા કાપીને દિલ્હી મોકલવામાં આવતા હતા તેની ડિલિવરી બાય રોડ સુરતથી સિદ્ધિ દિલ્હી અને હરિયાણા સુધી થતી હતી. હાલ ઈડીના શંકાના ડાયરામાં ત્રણ જેટલા આરોપીઓ છે જેમાં ડ્રાઇવર પણ સામેલ છે. આ સમગ્ર પ્રકરણમાં એક આરોપી હાલ સાઉદી અરેબિયામાં હોવાની માહિતી એનડફોર્સમેન્ટ ડાયરેક્ટરએડને થઈ છે.
ઇડીએ દરોડા દરમિયાન કુલ 30 લાખની રોકડ જપ્ત કરી છે. હાલ મને લોન્ડરીંગ સહિત પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આવનાર દિવસોમાં આ અંગે વન વિભાગના અધિકારીઓ પાસેથી પણ પૂછપરછ કરવામાં આવશે. સાથે ધરપકડ ની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.




