નર્મદામાં સસ્તા અનાજની દુકાનોમાં અંગુઠો મૂકાવ્યાં બાદ જ કુપન નીકળતા; ફિંગર પ્રિન્ટના નિયમ સામે દુકાનદારોમાં કચવાટ

સરકારે પુરવઠા સંચાલકો ના ફિંગર નો નિયમ ફરજિયાત તો કર્યો પરંતુ ઉંમરલાયક સંચાલકો મુશ્કેલીમાં મુકાયાં છે. અમુક દુકાનોમાં બીજાના નામે લાઇસન્સ હોય અને ચલાવનાર અન્ય વ્યક્તિ માટે ફિંગર નિયમ લાગુ કરાયો છે. ગ્રાહકને પુરવઠા નો જથ્થો આપવા માટે લાઇસન્સ ધરાવનાર વ્યક્તિ નો ફિંગર મૂક્યા બાદ જ કુપન નીકળે છે. ગુજરાતમાં સરકારે પુરવઠા દુકાનદારો માટે નવા નિયમ લાગુ કર્યા એ સારી બાબત છે પરંતુ નર્મદા જિલ્લામાં આ નિયમમાં કેટલીક મુશ્કેલીઓ આવી અને એ માટે છેક ગાંધીનગર સુધી ફરિયાદ બાદ પણ કોઈજ ઉકેલ નહીં આવતા કેટલાક પુરવઠા સંચાલકો દુકાન માં અનાજ હોવા છતાં ગ્રાહકો ને આપી શકતા નથી. સરકારે પુરવઠા સંચાલકો માટે નિયમ લાગુ કર્યો જેના જે વ્યક્તિના નામનું લાઇસન્સ હોય એ વ્યક્તિનો જ ફિંગર આપે તો ગ્રાહકોને આપવામાં આવતા અનાજની કુપન નીકળે અને ત્યારબાદ જ ગ્રાહકને અનાજ મળે પરંતુ નર્મદા જિલ્લામાં પુરવઠાની કેટલીક દુકાનો માં જેના નામના લાઇસન્સ છે. તેવા દુકાનદાર અને ખુદ સંચાલકો પૈકી કેટલાક ના ફિંગર ઉંમરના લીધે મેચ નહી થતા હોવાથી આ સંચાલક ગ્રાહકો ને અનાજ આપી નહી શકતા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે માથાકૂટ બાદ આવા દુકાનદારો એ જિલ્લા પુરવઠા વિભાગ માં જાણ કર્યા બાદ ત્યાંના અધિકારી એ આ મામલે ગાંધીનગર જાણ કરી પરંતુ આ વાત ને પણ પાંચેક દિવસ વીતી જવા છતાં ગાંધીનગર થી કોઈજ ઉકેલ નહી આવતા માલ ભરાવી ને બેઠેલા દુકાનદારો માલ હોવા છતાં ગ્રાહકો ને વેચાણ કરી શકતા નથી અને હાલ મહિના નું છેલ્લું અઠવાડિયું બાકી છે. છતાં ચાલુ ડિસેમ્બર મહિના નો જથ્થો કાર્ડ ધારકો ને નહી મળતા મધ્યમ, ગરીબ વર્ગ ના લોકો તકલીફ માં આવી પડ્યા છે. તો શું નવા નિયમ લાગુ કર્યા બાદ ગાંધીનગર પુરવઠા વિભાગ આવી તકલીફ માં તાત્કાલિક કોઈ ઉકેલ લાવી ફિંગર બાબતે અટવાયેલા દુકાનદારો ને મુશ્કેલી માંથી બહાર કાઢવા કોઈજ ઉકેલ લાવી શકતા નથી. આખો મહિનો પૂરો થયા બાદ આવી દુકાન ના ગ્રાહકો અનાજ નહિં મળે તો શું કરશે એવા અનેક પ્રશ્નો હાલ ઉદ્ભવિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં સસ્તા અનાજની દુકાન સંચાલકો અગાઉથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહયાં છે ત્યારે તેમાં વધુ એક સમસ્યાનો ઉમેરો થયો છે.




