બારડોલી

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ તથા કાર્યાધ્યક્ષની વરણી

સુરત જિલ્લા સહિત રાજ્યભરનાં પ્રાથમિક શિક્ષકોનાં પ્રશ્નો માટે હરહંમેશ પ્રયત્નશીલ અને કટિબદ્ધ એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ તેમજ નનસાડ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા રીનાબેન રોઝલીનને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિન પટેલ દ્વારા અનુક્રમે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ તથા કાર્યાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત તમામ તાલુકા ઘટક સંઘો દ્વારા બંને હોદ્દેદારોનાં વિશેષ સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત કચેરી ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યોજાયેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓનાં વિદાય અને સત્કાર સમારંભ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ભારતીબેન રાઠોડ, નાયબ નિયામક (માધ્યમિક), કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગરનાં જયેશ પટેલ તથા ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરૂણ અગ્રવાલની ઉપસ્થિતિમાં બંને હોદ્દેદારોને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ, પ્રફુલ પટેલ, ધીરુ પટેલ,અનિલ ચૌધરી સહિત જિલ્લા સંઘનાં તમામ હોદ્દેદારો, તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ અને મંત્રીઓ દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સાથે જિલ્લાનાં તમામ બી.આર.સી. કો-ઓર્ડિનેટરો સહિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સ્ટાફગણે બંને મહાનુભવોને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતાં.

Related Articles

Back to top button