ક્રિકેટમાં હવે નવા જમાનાના ઈલેકટ્રા સ્ટંપ્સની એન્ટ્રી, ચોગ્ગા, છગ્ગા અને નો બોલમાં જમાવશે આકર્ષણ, ખાસિયતો રંગબેરંગી
બિગ બેશ લીગ BBL 2023ની સીઝનમાં પહેલીવાર રંગબેરંગી ચમકતા ઈલેક્ટ્રા વિકેટ સ્ટંપ્સ જોવા મળ્યાં. મહિલા બિગ બેશ લીગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

- BBL 2023માં ઈલેક્ટ્રા સ્ટંપ્સનું આગમન
- હવે રંગબેરંગી ચમકતા સ્ટંપ્સ મેચ દરમિયાન જોવા મળશે
- 5 અલગ-અલગ ડિસ્પ્લે કલર બન્યું આકર્ષણ
ઑસ્ટ્રેલિયાની ટી20 લીગ BBL 2023માં પહેલીવાર રંગીન ચમકતા ઈલેક્ટ્રા વિકેટ સ્ટંપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ખાસ પ્રકારનાં સ્ટંપ્સ છે. આ પહેલા તેનો ઉપયોગ મહિલા બિગ બેશ લીગમાં પણ થયો છે. તેવામાં હવે સવાલ એ થાય છે કે આખરે ઈલેક્ટ્રા સ્ટંપ્સ હોય છે શું? તેની શું ખાસિયતો હોય છે?
વિકેટ પર ચમકશે
રંગબેરંગી ચમકતા ઈલેક્ટ્રા સ્ટંપ્સનું મુખ્ય આકર્ષણ છે તેમા ચમકતી રંગીન લાઈટ્સ. આ રંગ દરેક પ્રકારનાં ઈશારા પર અલગ રંગનાં દેખાશે. જો કોઈ ખેલાડી આઉટ થાય છે તો તે લાલ રંગ ધારણ કરશે. જ્યારે વાઈડ કે નો બોલ પર તેનો રંગ બદલાઈ જશે. આ સ્ટંપ્સમાં અલગ-અલગ રંગો અને કલર કોમ્બિનેશનની ચમક છે જે અંપાયરનાં નિર્ણય અંગે માહિતી આપે છે. આ નિર્ણયોનો બોલ, વિકેટ, બાઉન્ડ્રી અને ઓવરોની વચ્ચેનાં ટાઈમ આઉટ અંગેનાં હોઈ શકે છે.
5 અલગ-અલગ ડિસ્પ્લે
ઈંગ્લેંડનાં પૂર્વ ક્રિકેટર માઈકલ વોને જણાવ્યું કે આ રંગ કેવી રીતે ચમકે છે. મેચ શરૂ થયા બાદ સ્ટંપ્સ પાંચ અલગ-અલગ રંગ ડિસ્પ્લે કરશે.
BBL 2023માં ઈલેક્ટ્રા સ્ટમ્પ કેવી રીતે કામ કરશે?
આઉટ થવા પર લાલ રંગ અને પછી આગનાં રંગમાં ચમકશે
ચોગ્ગા પર- અલગ અલગ રંગ બદલશે
છગ્ગા પર તમામ રંગ ઉપરની તરફ આગળ વધશે
નો બોલ પર લાલ અને સફેદ લાઈટ સ્ટંપ્સની સાથે ફરે છે.
ઓવરની વચ્ચે પર્પલ અને બ્લૂ સ્ક્રોલની વચ્ચે એક પલ્સ ચમકશે.




