
માંગરોળ તાલુકાના લવેટ, ભડકુવા, બોરીયા 17 જેટલા ગામોમાં વહેલી સવારે દરોડા પાડી રૂપિયા 25.05 લાખની વીજચોરી ઝડપી પાડતા વીજચોરોમાં વ્યાપક ફફડાટ ફેલાયો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 52 જેટલી ટીમો દ્વારા આજરોજ લવેટ, ભડકુવા, વડ વકીલ પરા, અણોઇ, પાતલ દેવી, કંટવાવ, બોરીયા, ઓગણીસા, ઇસનપુર, કેવડી કુંડ, નાંદોલા, સિમોદરા, ખરેડા ડુંગરી,રટોટી સહિત કુલ 17 જેટલા ગામોમાં વીજ ચેકીંગ કરાયું હતું. કુલ 2580 જેટલા વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા.
જેમાં 106 જેટલા વીજ કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી. વીજ કંપની દ્વારા વીજ ચોરો વિરુદ્ધ દંડનીય બિલો ફટકારી કાર્યવાહી કરવામાં આવી હતી.વીજ લાઈન લોસના કારણે વીજ કંપની દ્વારા દરોડાનો દોર યથાવત રાખવામાં આવ્યો છે.



