વ્યારા કલેક્ટર કચેરી નજીકથી પસાર થતો માર્ગમાં મીંઢોળા નદીના પુલ પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયુ

વ્યારા નગર નજીક નેશનલ હાઇવે નંબર 53 પસાર થાય છે જે કલેક્ટર કચેરી નજીકથી પસાર થતો માર્ગ છે આ માર્ગ પર મીંઢોળા નદીના પુલ પર અને પાનવાડી વિસ્તારમાં ખાડાઓ નું સામ્રાજ્ય છવાઈ ગયો છે. દિવસ દરમિયાન તમામ અધિકારીઓ આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે.તેમ છતાં ખાડાઓ પુરવા માટે સૂચનાનો આપવાની લઈને નેશનલ હાઇવે નંબર 53 ના અધિકારીઓ જવાબદારી માટે છટકી રહ્યા છે. જેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે.
વ્યારા નગરના પાનવાડી વિસ્તારમાં કલેકટર કચેરી આવી છે જે સ્થળે જવા માટે અત્યંત મહત્વના ગણાતો મીંઢોળા નદી નો પુલ જે નેશનલ હાઇવે નંબર 53 પર આવ્યો છે. જ્યારે પાનવાડી વિસ્તાર પણ રોડ પર આવ્યો હોય જેના બે તરફ ના અવર જવરના ના માર્ગ ખાડાઓનો પ્રમાણ વધી ગયું છે. તમામ અધિકારીઓ આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે.
કલેકટર કચેરીએ અવાર જવરના બંને રસ્તાઓ પર ખાડાઓને લઈને વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે ચોમાસા દરમિયાન ઊંડાઈ દ્વારા ખાડા વાહનોને નુકસાન પહોંચાડી રહ્યા છે.સમય શક્તિ અને ઇંધણનો વ્યય થઈ રહ્યો છે. અધિકારીઓ દ્વારા આના માટે નેશનલ હાઇવે ઓથોરિટી ને સૂચના આપી કલેકટર કચેરી તરફ અવાર-જવારના બંને માર્ગો પર યોગ્ય રીતે રીપેરીંગ કરે અને વાહન ચાલકો સહિત અધિકારીઓને પડતી મુશ્કેલી દૂર કરે એવી માંગ ઉઠવા પામી છે.



