નર્મદા

સાગબારાના નાલ ગામે ચેકડેમના ધકકાના અભાવે અંદાજિત અર્ધા એકર જેટલી જમીનનું ધોવાણ; ચોમાસા‌ પહેલાં ધ્યાને નહી લેવાઈ તો વધુ ધોવાણની શક્યતા!

પ્રોટેક્શન વોલ વહેલી તકે નહી બંધાશે તો ધોવાણ ગામના ઘરો સુધી ‌ધોવાણ થવાની શક્યતા નકારી શકાય એમ નથી.

નર્મદા જિલ્લાના સાગબારા‌ તાલુકાના નાલ ગામની પુર્વ દિશામાં ચેકડેમ બાંધવામાં આવ્યો હતો. પરંતુ તેમની ગામ તરફ ધક્કાનું કામ યોગ્ય રીતે ન કરાતાં જમીન‌ ખુબ જ ધોવાણ થયું છે. જેના પર વધુ ધ્યાન નહી આપવામાં આવે તો જમીન વધુ ધોવાઈ બધી જ રીતે નાલ ગામવાસીઓને વેઠવાનો વારો આવવાની શક્યતા રહેલી છે. કેમકે ધોવાણ નિષ્કાળજી રાખવાથી થશે તો આટલી જમીનનું ધોવાણની માટી મેળવવા મુશ્કેલી થશે.

નાલ ગામની પુર્વ દીશામાં દૈવી નદી ચોમાસામાં ભયંકર સ્વરુપ ધારણ કરતી હોય છે. તે નદી પર દશ બાર વર્ષો પહેલાં ચેકડેમનું કામ થયેલ છે. પરંતુ ચેકડેમના પાણીના સંગ્રહના કારણે અને ચેકડેમના ધક્કાનું કામ યોગ્ય રીતે ન થતાં સરેરાશ અર્ધા એકર જેટલી જમીન અને ૧૫ ફુટ જેટલી ઉંડાઇ ધરાવતી જમીનનું ધોવાણ થયેલ છે. તે ધોવાણ પાછું મેળવવા અતિ મુશ્કેલ અને ખર્ચાળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અહી બિજી પ્રોટેક્શન વોલની મંજુરી પ્રોસેસમાં હોવાની માહિતી સાંપડેલ‌ છે. પરતુ ‌ચોમાસા પહેલા સંરક્ષણ દીવાલ વહેલી ચકે બાધવાની જરુરત ઉભી થઇ છે. કારણ કે ચોમાસામાં દેવ નદીમાં વધારે વરસાદથી મોટો પુર આવશે તો ધોવાણ વધુ થઈ ગામના ઘર સુધી થઈ જવાની શક્યતા છે. જે નુકશાન પાછું મેળવવા અતિ મુશ્કેલ સાબિત થશે. જે ગામ લોકો પાણી પહેલા પાળ બંધાય એવી ચર્ચા કરી રહી છે, અને માંગ છે.

Related Articles

Back to top button