તાપીના નિઝર અને કુકરમુંડામાં ભારે વરસાદથી ખેતરોમાં ઉભા પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં અતિ ભારે નુકસાન

તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામા ભારે વરસાદના પગલે કપાસ, મરચા, પપૈયા જુવાર, તુવેર, સોયાબીન, મકાઈ જેવા પાકોને વ્યાપક નુકસાન થતા ખેડૂતોઓ ચિંતિત જોવા મળી રહ્યા છે. આ બંને તાલુકામાં ગત દિવસોમા પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે ખેતરોમાં આવેલા ઉભા પાકોને ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતોમાં દેવાદાર બનવાનો ભય સતાવી રહ્યો છે.
આ વર્ષે ખેડૂતોઓ દ્વારા ચોમાસા ઋતુના પાકોઓ માટે મોંઘુ બિયારણ, ખાતર, દવાઓની ખરેદી કરવાં સહીત અન્ય ખેતીકામ કરવા માટે દેવું કરીને પોતના ખેતરોમા ચોમાસા પાકો જેવા કે કપાસ, જુવાર, તુવેર, મરચા, મકાઈ, સોયાબીન, પપૈયા સહીત વિવિધ પાકોનું વાવેતર કરેલ છે. પરંતુ ચોમાસા દરમ્યાન વરસેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે ખેતરોમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાય જતા અનેક ઉભા પાકોમાં ભારે નુકસાન થયું હતું. બંને તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે ચોમાસા પાકોને થયેલ ભારે નુકસાનથી.
ખેડૂતોઓમાં દેવાદાર બનવાની ભીતિ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં આવેલા ઉભા પાકોને થયેલ વ્યાપક નુકસાન બાબતે ગત દિવસોથી નિઝર તેમજ કુકરમુંડા તાલુકાના ખેતીવાડી શાખાની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરેલ છે. જેમાં નિઝર તાલુકામાં ખેતીવાડી શાખાના કર્મચારીઓ દ્વારા નુકસાન અંગે સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ છે. તેમજ કુકરમુંડા તાલુકામાં પણ સર્વેની કામગીરી પૂર્ણ થવા આવી હોવા અંગે જાણવા મળે છે. જોકે આ બંને તાલુકામાં કુલ કેટલાક ખેડૂતોના ખેતરોમા ઉભા પાકોને નુકસાન થયેલ છે. તે અંગે હજુ વિગત મળી નથી.




