નર્મદા

નકલી કચેરીઓ, અધિકારીઓ બાદ કેમિકલ્સથી બનાવેલ નકલી તાડીના અડ્ડાઓ; સાગબારા તાલુકામાં પરપ્રાંતીયનો રાફડો

કૃત્રિમ રીતે બનાવેલ નકલી તાડીથી યુવાધનને બરબાદ થતાં વહીવટીતંત્ર રોકશે કે કેમ? સમાજનો વેધક પ્રશ્ન

દેશ કે રાજ્યમાં નકલી કચેરીઓ અને અધિકારીઓ બાદ હવે કુદરતી વસ્તુઓનુ પણ કૃત્રિમ બનાવટથી નકલી પીણાના અડ્ડાઓનો રાફડો ફાટી નિકળ્યો છે.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ઘણી બધી જગ્યાએ તેલંગણા અને તામિલનાડુ જેવા રાજ્યોમાંથી કેટલાંક લોકો સાગબારા તાલુકામાં આવી ઘણી બધી જગ્યાએ કેમિકલ્સથી બનાવેલ નકલી તાડીનુ વેચાણ ધમાકેદાર ચલાવી રહ્યા છે.‌ તે બાબતે સાગબારાથી મહારાષ્ટ્ર તરફ જતાં હાઈવે પર ગુજરાત હદમાં પેટ્રોલ પંપની નજીક નકલી તાડીનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ થાય છે. તે કેમિકલથી બનાવેલ હોવાથી આરોગ્ય માટે ઘણું જ ખતરનાક છે. પણ દરરોજ યુવાધન નશો કરવા નકલી તાડીના રૂંવાટે ચઢી રહ્યું છે. તે તરફ વહીવટીતંત્ર મૌન સેવી રહ્યું છે અહીં સાગબારા તાલુકાની આસપાસ તથા બિજા ગામડાઓમાં ઘણાં કેમિકલથી બનાવતી નકલી તાડીનું બારેમાસ વેચાણ થતું હોય છે.‌ આ બાબતે સમાજ ચિંતિત છે.‌ તે બાબતે વહીવટીતંત્રએ તાત્કાલિક ધ્યાન આપવાની જરુરત છે. કેમકે યુવાધન આવી નકલી વસ્તુઓનુ સેવનથી અકસ્માતોના પણ બનાવો વધી રહ્યા છે. અને કેટલાંક વિધાર્થીઓ પણ નકલી તાડીનુ સેવન કરતાં માહીતી મળી રહી છે. તે કયારે બંધ થશે, તેવી આશા સમાજના લોકો વહીવટીતંત્ર પર આશા રાખી બેસી રહ્યો છે. પરંતુ આવનાર સમય જ બતાવશે કે વહીવટીતંત્ર સમાજના વ્હારે છે કે‌ નકલી અડ્ડાઓ તરફ તે સમયે જાણવા મળશે.

Related Articles

Back to top button