કારોબારભરૂચ

ધારીખેડા સુગર ફેક્ટરી દ્વારા શેરડીનો ભાવ રૂ. 3,455/ટન જાહેર, ખેડૂતોમાં ખુશીની લહેર

નર્મદા જિલ્લાની ધારીખેડા સુગર ફેક્ટરીએ ૨૦૨૪-૨૫ના નવા પીલાણ સીઝન માટે શેરડીનો ભાવ પ્રતિ ટન રૂ. ૩,૪૫૫ જાહેર કર્યો છે. આ ભાવ ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે સૌથી વધુ છે. બારડોલી સુગર ફેક્ટરી (રૂ. ૩,૫૦૨/ટન) અને કામરેજ સુગર ફેક્ટરી (રૂ. ૩,૪૮૧/ટન) પછી નર્મદા સુગર ફેક્ટરી દ્વારા આપવામાં આવેલો ભાવ ખેડૂતો માટે લાભદાયી ગણવામાં આવે છે.

ખેડૂતોમાં ખુશીની લહેર

ભાવ જાહેર થતા જ સ્થાનિક ખેડૂતોએ ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, એમડી નરેન્દ્ર પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ફૂલહાર અર્પણ કરી શુભેચ્છાઓ આપી. ગત વર્ષ કરતાં વધુ ભાવ મળવાથી ભરૂચ-નર્મદા પ્રદેશના ખેડૂતોમાં આનંદ છે.

અન્ય ફેક્ટરીઓના ભાવ જાહેર બાકી

ગુજરાતની અન્ય મુખ્ય સુગર ફેક્ટરીઓ જેવી કે ગણદેવી, પંડવાઈ, મરોલી, વડોદરા, વલસાડ, કાંઠા અને કપોર ફેક્ટરીઓએ હજુ શેરડી ભાવ જાહેર નથી કર્યા.

નર્મદા સુગર ફેક્ટરી દ્વારા સભ્ય ખેડૂતોને મળતો ઉચ્ચ ભાવ ખેતી ઉત્પાદનમાં વધુ પ્રોત્સાહન આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button