માંગરોળ
માંગરોળમાં વાંકલ-આમખૂટા માર્ગે ST બસ-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત

માંગરોળના વાંકલ-આમખૂટા માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. વાંકલ નજીક ગામીત ફળિયા પાસે સુરત-દેવમોગરા રૂટની એસટી બસ અને એક બાઈક વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મુવિજ ગામના રોહિતભાઈ રમેશભાઈ વસાવા રટોટી ગામેથી સીમાબેન રતિલાલ વસાવાને બાઈક પર બેસાડીને વાંકલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન દેવમોગરાથી સુરત તરફ જતી એસટી બસ સાથે તેમની બાઈક અથડાઈ હતી. અકસ્માતમાં બાઈક સવાર બંને વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હાલ બંને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.




