ભરૂચ

ભરૂચના શુક્લતીર્થમાં લીઝની જમીન અને નાવડી ચલાવવાના વિવાદે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 26 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ઘટના 27 જાન્યુઆરી 2025ના રોજ બની હતી,જ્યારે હીરાલાલ વસાવા, પપ્પુભાઈની લીઝમાં નાવડીના ઓપરેટર તરીકે કામ કરી રહ્યા હતા.સવારે 10:30 વાગ્યે શુક્લતીર્થ ગામના કાર્તિક નિઝામા બાઈક પર આવ્યા અને હીરાલાલને અપશબ્દો કહી,નાવડી ન ચલાવવાની ધમકી આપી હતી.

કાર્તિકે દાવો કર્યો કે આ લીઝ તેમની છે.ત્યાર બાદ સાંજના પુનઃ જ્યારે હીરાલાલ, જયેશ અને કાળુ વણઝારા લીઝ પર હાજર હતા, ત્યારે કાર્તિક નિઝામા અને તેમના સાથીદારો લાકડીઓ સાથે આવી શરૂઆતમાં કાર્તિકે કાળુભાઈને ગાળો બોલી અને લાકડીથી મારવાનું શરૂ કર્યું.જયેશ અને હીરાલાલ વચ્ચે પડતાં તેમને પણ માર પડ્યો હતો.

પરિસ્થિતિ વણસતાં બંને પક્ષોએ વધુ લોકોને બોલાવ્યા.નિઝામા પરિવારના 20થી વધુ સભ્યો લાકડીઓ, દંડા અને પ્લાસ્ટિકની પાइપો સાથે આવી પહોંચ્યા અને વણઝારા પક્ષના લોકો પર હુમલો કર્યો. આ ઘટનામાં હીરાલાલ, જયેશ, કાળુ,પપ્પુભાઈ, યુવરાજ અને ગુલાબભાઈને ઈજાઓ થઈ હતી.પોલીસે આ મામલે શુક્લતીર્થ પોલીસે 26 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Back to top button