તાપી

નિઝરના ખોડદા ગામે પાણીના પાઇપ લાઈનમાં થયેલ લીકેજનું સમારકામ કરવામાં આવ્યું

નિઝર તાલુકા આવેલ ખોડદા ગામના પંચાયત ફળિયામાં યોહનભાઈના ઘરની નજીકમાં દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજનાના અંતર્ગત નાખવામાં આવેલી પીવાના પાણીની પાઇપ લાઈનમાં છેલ્લા કેટલાક દિવસોથી લીકેજ થયેલ હતું. સ્થાનિકો લોકો દ્વારા પાણી પુરવઠા યોજનાની પાણીની પાઇપ લાઈનમાં થયેલ લીકેજનું પાણી જાહેર રસ્તા ઉપર ભરાય રહેતું હોવા અંગે જવાબદાર તંત્રને વારંવાર જાણ કરવા છતાં તંત્રએ લાઈનનું સમારકામ નહી કરાવ્યું હોવા અંગેનો અહેવાલ ગત રોજ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ કરવામાં આવતા જ તંત્ર દોડતું થયું હતું અને આખરે જવાબદારોએ ખોડદા પાણીની લાઈનમાં લીકેજનું સમારકામ કરાવ્યું છે.

Related Articles

Back to top button