ઉમરપાડા

ઉમરપાડાના ઉમરગોટ ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં જમ્યા બાદ 45 વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી થવા લાગી

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં શાક, દાળભાત આરોગ્યા બાદ 45 વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી થવા લાગી હતી. જેને લઇને શાળાના સ્ટાફ એ તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર બાદ હાલ તમામની તબિયત સુધારા પર આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામ ખાતે આવેલ આદર્શ નિવાસી શાળાઓ 250-300 જેટલા 8થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિધાર્થીઓએ શાળામાં બનાવામાં આવેલ રીંગણનું શાક, દાળભાતની રસોઇ આરોગી હતી. બાદમાં થોડી કલાકો બાદ 45 જેટલા વિદ્યાર્થીઓને ઝાડા અને ઉલ્ટી થવા લાગી હતી. જેથી તુરxત નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કર્યા બાદ તબિયત સુધારા પર આવતા એકપછી એકને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. બાળકોને થયેલી ઝાડા ઉલટીનું કારણ જાણવા માટે હાલ ઉમરપાડા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે. જોકે વાતાવરણમાં આવેલ પલટો અને હલકી ગુણવત્તા વાળી રસોઈ બની હોવાની આશંકા હાલ સેવાઇ રહી છે. ચોક્કસ કારણ આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવશે. બાળકોની તબિયત સુધરતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.

Related Articles

Back to top button