માંડવી

બારડોલીના રજવાડ ગામના માજી સરપંચે હાલના સરપંચના નામે ખોટો પત્ર લખતાં પોલીસમાં ફરિયાદ

બારડોલી તાલુકાના રજવાડ ગામના માજી સરપંચે ગ્રામ પંચાયતની લેટરપેડ પર હાલના સરપંચની ખોટી સહી સિક્કા કરીને વનવિભાગને પત્ર લખવામાં આવ્યો છે. જે પત્ર અંગે હાલના સરપંચને જાણ થતાં તેમણે લેખિત ફરિયાદ પોલીસમાં કરી હોવાનું જાણવા મળેલ છે.

બારડોલી તાલુકાના રજવાડ ગામે નકલી લેટરપેડનો કિસ્સો ગરમાયો છે. રજવાડ ગામના માજી સરપંચ દ્વારા બારડોલી વનવિભાગ રજવાડ ગામની લેટરપેડ પર પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે અમારા રજવાડા ગામના ગામીત ફળિયામાં દીપડો નજરે પડે છે. જેના કારણે ગ્રામજનો અને પશુપાલોકોમાં ભય હોય દીપડાને પાંજરે પુરવા માટે પાંજરુ ગોઠવવામાં આવે એવી માંગ કરતો પત્ર લખ્યો છે. જેમાં હાલના સરપંચ સંદીપભાઈ ચૌધરીની સહી કરેલ છે અને ગ્રામ પંચાયતના સિક્કા પણ મારવામાં આવ્યા છે. જે અંગેની જાણ હાલના સરપંચ સંદીપભાઈ અમૃતભાઈ ચૌધરીને જાણ થતાં તેમના દ્વારા આ અંગે બારડોલી પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી છે.

મારી જાણ બહાર ગામના એક ટર્મ અગાઉના સરપંચે ગ્રામ પંચાયતની લેટરપેડનો મારી જાણ બહાર ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત વનવિભાગને લખેલ લેટરમાં તેમણે મારી ખોટી સહી અને ગ્રામ પંચાયતના સિક્કા પણ માર્યા છે. આ કાર્ય ખોટું છે. માટે આ અંગે મેં પોલીસમાં લેખિત ફરિયાદ કરેલ છે. – સંદીપ ચૌધરી,રજવાડ ગ્રામ પંચાયત, સરપંચ

Related Articles

Back to top button