ભરૂચના ટંકારિયાના તત્કાલીન સરપંચ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ

ભરૂચ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2018-19માં ટંકારિયા ગ્રામ પંચાયતમાં આરીફ મહંમદ ગુલામ મહંમદ પટેલ સરપંચ તરીકે ફરજમાં હતાં. તેમના સમયકાળમાં હાંડલી કોલોની તેમજ એસટી કોલોનીમાં ગટર લાઇનનું ભેગું કામકાજ મંજૂર થયું હતું. જોકે, તેમણે હોંડલી કોલોનીમાંજ તમામ નાણાનો ખર્ચ કરી નાંખ્યો હતો. ઉપરાંત 14માં નાણા પંચના 20 પૈકી 8 કામો તેમજ 12 કામો એડવાન્સમાં કર્યાં હોવા છતાં ગ્રામસભામાં એજન્ડા તૈયાર કરી મંજુર કરાવી સરકારને ગેરમાર્ગે દોરી છેતરપિંડી કરી હતી.
ઉપરાંત તદહાડિયા પત્રકો તેમજ તે કામના બીલો ભાવ પત્રકો ખોટા બનાવી સાચા તરીકે ઉપયગો કરી બળજબરીથી મંજૂર કરાવ્યાં હતાં. તેમજ પત્રકમાં 6 મજૂરોની 3 દિવસની એક દિવસની 300 રૂપિયા હાજરી લેખે પત્રકમાં 5400 રૂપિયા વધારાના નોંધી ઠગાઇ કરી હતી.જેના પગલે તેમની સામે છેતરપિંડીનો ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




