ડાંગ

આહવાના બરમ્યાવાડ ગામના ખેડૂત સાથે PM KUSUM યોજનાનાં નામે રૂ.15 હજારની છેતરપિંડી

આહવા તાલુકાનાં બરમ્યાવાડ ગામે પીએમ કુસુમ યોજનાના નામ પર ઓનલાઈન ઠગાઈ કરવામાં આવેલ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અજાણ્યા ઈસમ દ્વારા PM કુસુમ યોજનાનાં નામ પર અંદાજે 15 હજાર કરતા વધુની કિંમત ખેડૂત પાસેથી ઓનલાઇન માધ્યમથી લઈને છેતરપિંડી કરી હતી. જે બાદ સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યો હતો.

આહવા તાલુકાનાં બરમ્યાવાડ ગામે રહેતા નિતેશ મધુભાઈ ગાવિતે પોતાના મોબાઈલમાં ગુગલમાં પીએમ કુસુમ યોજના સર્ચ કરી તેમા ફીડબેકમાં પોતાનું નામ, મોબાઇલ નંબર નાંખી ઓફ ગ્રીડ સોલાર પમ્પ (off Grid Solar Pump (component B)) સિલેક્ટ કરી કેપ્ચા કોડ નાખીને ફીડબેકમાં સબમીટ કર્યું હતું, જે બાદ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. આ અજાણ્યા વ્યક્તિએ પીએમ કુસુમ યોજનાના નામે નિતેશભાઈ પાસેથી ત્રણ વખત જેમાં એપ્રુવલ ચાર્જના રૂ. 1650 તથા સામાન લોડીંગ ચાર્જ રૂ. 3500 તથા ટીડીએસ ચાર્જના રૂ. 9,999 મળી રૂ.15,149ના અલગ-અલગ ત્રણ ટ્રાન્ઝેકશન કરાવ્યા હતા અને ગુગલ-પે માં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી.ત્યારબાદ પણ આ અજાણ્યા ઈસમ દ્વારા મેસેજ કરીને 18 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. જોકે નીતેશભાઈને ફ્રોડ થઈ રહ્યો હોવાનું જણાઈ આવતા તેમણે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Back to top button