
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે માંગરોળ વિધાનસભા ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા હતા. પૂર્વ મંત્રી ગણપત વસાવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
સુરત જિલ્લા માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે માંગરોળ વિધાનસભા ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં બહોળી સંખ્યામાં કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા હતા. હાજર કાર્યકરો અને હોદ્દેદારોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ પૂર્વ મંત્રી અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીને દેશની જનતા ઓળખી ગઈ છે,કોંગ્રેસની કોઈ વિચારધારા નથી,કોંગ્રેસ એટલે માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટેનું ટોળું અને શાસન પ્રાપ્ત થયા પછી દેશમાં મોટા મોટા કૌભાડ કરીને દેશને લૂંટવાનું કામ કરે છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇતિહાસ રચશે.




