તાપી

વાલોડ તાલુકાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજનમાં સરકારી કાર્યક્રમને બદલે રાજકીય કાર્યક્રમનો ઓપ અપાયાના આક્ષેપો

વાલોડ તાલુકાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ પ્રથમ હરોળમાં સ્થાન લીધું હતું, જ્યારે અધિકારીઓ પાછલી હરોળમાં બેઠક લેતા વિવાદ સાથે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું હતું સરકારી કાર્યક્રમને બદલે રાજકીય કાર્યક્રમનો ઓપ અપાયાના આક્ષેપો થતા ચર્ચાનો વિષય બન્યો છે.

વાલોડ તાલુકાના ગોલણ ખાતે તાલુકાના 29 ગામો પૈકી 14 ગામોને સેવા સેતુ કાર્યક્રમમાં આવરી લેવાતા લોકોને સરકારની 54 સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુથી સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય મોહન ધોડીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત થઇ હતી. કાર્યક્રમના સ્ટેજ ઉપર પ્રથમ લાઇનમાં ટીડીઓ તથા મામલતદારના સ્થાનને બદલે જન પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોએ સ્થાન લીધું હતું, જ્યારે અમલીકરણ અધિકારીએ બીજી લાઈનમાં સ્થાન લેતા ચર્ચાનો વિષય બન્યો છે. આ સરકારી કાર્યક્રમ હોવા છતાં અધિકારીઓની અવગણા થઇ હોવાનું સ્પષ્ટ નજરે પડ્યું હતું. લોકો પણ પદાધિકારીઓને પ્રથમ હરોળમાં જોતા અને અધિકારીઓને બીજી હરોળમાં જોતા આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો. અગાઉ પણ એક પ્રસંગમાં તત્કાલીન ટીડીઓ હરદીપસિંહ ધરિયાને મંચ પર સ્થાન ન મળતા મંચની નીચે ઊભા રહ્યા હોવાનો બનાવ બન્યો હતો.

Related Articles

Back to top button