GPSC માં ક્લાસ 1-2 સહિત કુલ 172 જગ્યા પર ભરતી
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો તૈયાર થઈ જજો, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આપવી છે

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો તૈયાર થઈ જજો, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આપવી છે. GPSC દ્વારા કૂલ 172 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. GPSC Recruitment અંતર્ગત જેલરથી લઈને ચીફ ફાયર ઓફિસર સુધીની વર્ગ -1, વર્ગ -2 અને વર્ગ – 3 પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત,વય મર્યાદા, ભરતી અંગેની મહત્વની તારીખો સહિતની મહત્વની માહિતી આ અહેવાલમાં છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ 17 પોસ્ટની કૂલ 172 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. જોકે અરજદારોની અનુભવ અંગે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ અનુભવની માંગ કરવામાં આવી છે. સંપૂર્ણ નોટિફિકેશન નીચે પ્રમાણે છે, તેના પરથી તમે ભરતી પ્રક્રિયા અંગેની તમામ માહિતી મેળવી શકો છો.
GPSC Recruitment 2024: કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ https://gpsc.gujarat.gov.in/ ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- Latest Updates પર ક્લિક કારો
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો
- ફોટો અને સહી સહિતની આપવામાં આવેલ વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ત્યારબાદ યાદી માટે એપ્લિકેશન ફૉર્મની પ્રિન્ટ કાઢવી લેવી.




