પોરબંદરથી પકડાયો PAK જાસૂસ, સ્વરૂપવાન યુવતીના મોહમાં યુવકે દેશ સાથે કરી ગદ્દારી
ગુજરાત ATSએ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ જતીન ચારણીયા હોવાનું કહેવાય છે, જતીન પોરબંદરનો રહેવાસી છે અને તે વ્યવસાયે માછીમાર છે.

ગુજરાત ATSએ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ જતીન ચારણીયા હોવાનું કહેવાય છે, જતીન પોરબંદરનો રહેવાસી છે અને તે વ્યવસાયે માછીમાર છે. મળતી માહિતી મુજબ, આરોપી જતીને ભારતીય કોસ્ટ ગાર્ડ અને નેવીના જહાજોની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી હતી.
નેવી-કોસ્ટ ગાર્ડની માહિતી PAKને મોકલી
ATSએ ધરપકડ કરીને ગુનો નોંધ્યો
ગુજરાત એટીએસના ડીએસપી એસ.એલ ચૌધરીએ જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે પોરબંદરનો જતીન ચારણીયા નામનો માછીમાર પાકિસ્તાન સંચાલિત સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘અદ્વિકા પ્રિન્સ’ પર માહિતી મોકલી રહ્યો છે. એક ટીમે તેના સોશિયલ મીડિયા અને ફાઇનાન્સ પર નજર રાખી અને પુરાવા એકત્રિત કર્યા. આઈપીસીની કલમ 121 (કે) અને 120 (બી) હેઠળ એટીએસમાં કેસ નોંધવામાં આવ્યો છે.
અગાઉ પણ પકડાયો હતો એક યુવક
હાલમાં જ ગુજરાતની ગાંધીનગર CID ક્રાઈમ બ્રાન્ચે ભારતીય સેના વિશેની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપનાર એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેના પર ભારતીય સૈન્ય દળો દ્વારા ઉપયોગમાં લેવાતી મિસાઇલ અને ડ્રોન ટેક્નોલોજી વિશે પાકિસ્તાની એજન્સીઓને મહત્વપૂર્ણ માહિતી આપવાનો આરોપ હતો. ભારતીય નાગરિકને પાકિસ્તાની એજન્સીઓએ સોશિયલ મીડિયા દ્વારા હનીટ્રેપ કર્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા એક મહિનાથી આ કેસની તપાસ કરી રહી હતી.




