ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની! કડક પ્રતિબંધ છતાં એક વર્ષમાં આટલા કરોડનો દારૂ ઝડપાયો

ગુજરાત એક ડ્રાય રાજ્ય છે કે જ્યાં દારૂબંધી છે પરંતુ છતાં રાજ્યમાંથી કરોડોનો દારૂ પકડવામાં અને પીવામાં આવે છે. અલગ અલગ એજેન્સીઓ દારૂ પકડવામાં આવે છે. જો આ વર્ષની વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ સેલે એવી કાર્યવાહી કરી છે કે દારૂ માફીયાઓની કમર તોડી નાખી છે.
2022માં 10 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો
આ વર્ષે સ્ટેટ મોનિટરિંગ સેલની રડારમાં અનેક બૂટલેગરોને પકડી પડ્યા છે. સાથે જ કરોડોનો દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. જો તમે આંકડો સાંભળશો તો તમે પણ ચોંકી જશો. જ્યારથી સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાય SP બન્યા છે ત્યારથી બૂટલેગરોના પગ થરથરી રહ્યા છે. જો આંકડા વિશે વાત કરવામાં આવે તો વર્ષ 2022માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ 440 કેસો કરવામાં આવ્યા હતા અને જેમાં 10.40 કરોડ જેટલા રૂપિયાના દારૂ સાથે કુલ 20.06 કરોડ જેટલા રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે આ રેકોર્ડ તૂટી શકે છે. અત્યાર સુધીમાં જ કુલ 419 કેસ નોંધ્યા છે અને કુલ 17.86 કરોડ રૂપિયાના દારૂ સાથે 35.76 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. આ ફક્ત સામે આવેલા આંકડાઓ છે આમ તો આખા ગુજરાતમાંથી કેટલા કરોડનો દારૂ પકડાયો હોય શકે છે.
રાજ્યમાંથી આ વર્ષે આટલા જુગારીઓ પકડાયા
જો આપણે જુગારની વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ વર્ષમાં અત્યાર સુધીમાં 133 કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસોમાંથી 72 લાખ રોકડ સહિત કુલ 3 કરોડનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. હાલ પણ સટ્ટા બજારીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની બાજ નજર છે.




