માંડવી

માંડવીના બલેઠી ગામે શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘરવખરી ખાક

માંડવી તાલુકાના બલેઠી ગામે અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટથી આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ થઈ જતાં પરિવારે આર્થિક પાયમાલી ભોગવવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી મુજબ બીમસિયાભાઈ મેઘલાભાઈ ચૌધરી( રહે મંદિર ફળિયું,બલેઠી) જેવો પોતાના પરિવાર જોડે કડિયા ડુંગર ખાતે ફરવા ગયા હતા. જેથી ઘર બંધ હાલતમાં હોવાથી બપોરના 2 વાગ્યાની આસપાસ ઘરમાં અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘરવખરીનો સામાન કપડા અનાજ તેમજ લાકડાનો કબાટમાં રાખેલ અંદાજિત 25000 રૂપિયા તેમજ જરૂરી ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. જો કે, ઘર બંધ હોવાથી સદ્નનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. પરંતુ ઘરવખરી બળીને ખાક થઇ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે આકસ્મિક બનાવના કારણે પરિવારની પરિસ્થિતિ દયનિય બની છે આ ઘટના પગલે તલાટી કમ મત્રી દ્વારા નોંધ કરીને રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button