ઉમરપાડા
ઉમરપાડા તાલુકામાં અગમ્ય કારણોસર 17 વર્ષીય વિદ્યાર્થીનીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

કેવડી ગામે આવેલ એક આશ્રમ શાળામાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે સમગ્ર મામલે હાલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત જિલ્લાના કેવડી ગામે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના કન્યા શાળામાં રહેતી એક 17 વર્ષીય વિદ્યાર્થીનીએ કોઈ અગમ્ય કારણોસર કન્યા છાત્રાલયના પહેલા માળે રૂમ નબર 03માં ગત રાત્રે ચૂંદડી વડે એક છેડો તેના ગળામાં ટુંપો આપી તથા બીજો છેડો પંખા સાથે બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતા ઉમરપાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે લોકોના નિવેદન લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.




